________________
૫૩૦
શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૨૭૩) શ્રી શાંતિનાથ ભગવાને પિષહમાં એક પારેવડાને શરણું આપ્યું હતું અને એ રીતે એને અભયદાન આપી છવા હતે. એનો ઉલ્લેખ આરંભની બે પંકિતમાં કવિએ કર્યો છે. અનાથ છવના નાથ સમાન, ગુણના ભંડાર જેવા હે પ્રભુ ! તમે જે એક પારેવડાને તાર્યો છે તે મને તે કેમ નહિ તારો? હે નાથ! ગરીબોનો ઉદ્ધાર કરનાર તમે મારા સાચા સાહેબ છે. તમારી સાથે તે ભારે અછઘ–છેદીન શકાય, તેવી ન શકાય એવી પ્રીતિ બંધાઈ છે.
આ સ્તવનમાં કવિએ પ્રભુ પ્રત્યેની પ્રીતિ અને અનન્ય શરણુંગતિને ભાવ રજૂ કર્યો છે. •
શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ર૭૪) આ સ્તવનમાં પહેલી ત્રણ કડીમાં રાજમતિ નેમિનાથ પ્રત્યેની પિતાની પ્રેમવ્યથા વ્યક્ત કરતાં એ પ્રેમ સ્વીકારી લેવા માટે અરજ કરે છે. એ કહે છે, “હે પ્રિયતમ ! પગલે પગલે મને પ્રેમને કાંટો પીડા કરે છે, તે તમે મનની ગાંઠ છોડીને મારા પ્રેમને સ્વીકારે. રાજમતિ ઉપમા આપે છે કે જેમ શેરડીના - સાંઠામાં ગાંઠ આગળ રસ નથી હોતે તેમ પ્રેમમાં પણ જ્યાં સુધી તે મુકત દિલને ન હોય અને મનમાં એક યા બીજા પ્રકારની ગાંઠ હોય ત્યાં સુધી તે પ્રેમને આસ્વાદ સુખદ નીવડતો નથી. સાચી પ્રીતિનું સ્વરૂપ જ એવું હોય છે કે તે જોવાથી ઘસાતું નથી કે ઝાંખું થતું નથી. કવિ ઉદયરત્ન કહે છે, “આ રીતે નેમિનાથ અને રાજુલ વિરહની વેદનાને અંતે મુકિત પામે છે. તે હે પ્રભુ ! અમને પણ એવા ભવસાગરને કાંઠે પહોંચાડો!”
શ્રી પાર્શ્વનાથ સ્તવન (પૃ. ૨૭૪ ) ખેલા-ખેલા; કુણ-કોણ; ખમે-સહન કરી લે; લલિ લલિ– લળિ લળિ” હેવું જોઈએ.