________________
તેમની કાવ્ય પ્રસાદી
ભવિકજનેા ! તમે પ્રભુની કડીમાં કવિ પોતાને તારવા
૫૩૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ના અને
માટે ચિત્ત નિર્મૂળ કરી, શુભ ભાવથી હૈ આરાધના કરી. એ પછી ચોથી અને છઠ્ઠી માટે પ્રભુને અરજ કરે છે.
શ્રી વીરજિન સ્તવન ( પૃ. ૨૭૦ )
વિશ્વમાં પ્રકાશ પાથરનાર પરમ જયોતિમય, સકળ ગુણાના સમૂહ, સાગર જેવા ગંભીર, જગતમાં જેની જોડ નથી એવા, અલખ નિરંજન, કરુણા રસના ભંડાર, જગતના લેાકાને તારવાને મેક્ષ માગે લઈ જવાતે સમ, દુઃખનેદૂર કરનાર, દેવા અને કિનરા જેમની સેવા કરે છે એવા શ્રી મહાવીર સ્વામીની સેવાને અનુરાધ કવિએ આ સ્તવનમાં કર્યાં છે.
૩૭, ઉપાધ્યાય શ્રી ઉદયરત્નજી શ્રી ઋષભજિન સ્તવન (:પૃ. ૨૭૩ )
ઉપાધ્યાય શ્રી ઉદયરત્નની સ્તવન-રચનાએ કદમાં નાની છતાં સરળ અને મધુર છે. શ્રી ઋષભદેવ ભગવાનના આ સ્તવનમાં કવિ મરુદેવી માતાના પુત્ર ઋષભદેવને સાચા સ્વામી તરીકે ઓળખવાની અને એમને જ શરણે જવાની અભિલાષા વ્યકત કરે છે. આ નશ્વર જગતમાં માનવદેહ ક્ષણભંગુર છે, કાચા છે. જેમ માત્ર કાચને કુપા હાય તો તે કયારે ફૂટી જશે તેની ખબર નથી હાતી, સતત તેની ધાસ્તી રહ્યા કરે છે અને તેની સંભાળ રાખવી પડે છે તેમ માનવદેહનું પણુ સમજવુ. આ સ્થિતિમાં જો કાઈનું પણ સાચું શરણુ મળી શકતુ. હાય તો તે સત્ય સ્વરૂપી તીર્થંકર ભગવાનનું. કવિ એવા સત્ય સ્વરૂપી સાહિબના રંગે રંગાઇ જવાનું, એટલે કે એમની સાથે સાચુ' તાદાત્મ્ય સાધવાના પ્રયત્ન કરવાનું કહે છે. એવું જ્યારે આપણે કરી શકીએ ત્યારે જ મૃત્યુને આપણને ડર ન રહે; ત્યારે જ યમરાજાની સામે આપણે થઈ શકીએ અને અમર થઈ પ્રભુની સાથે એકરૂપ બની શકીએ.