________________
જૈન સાહિત્ય-રત્ન અનેશ્રી મૈતમસ્વામિને રાસ.
(ઢાલ ૧લી. ભાષા છંદ) કર્તા -ઉપાધ્યાય શ્રી વિનયપ્રભ. ખંભાત. રચના સં. ૧૪૧૨*
વીર જિણેસર ચરણ કમલ કમલાકર વાસે, પણમવિ પભણિસ, સામિ સાલ ગોયમ ગુરૂરાસો મણ તણ વયકત કરવી નિસુણે ભવિયા, જિમ નિવસે તુહ દેહ ગેહ, ગુણગણ ગહગહીયા ૧. જબૂદીવ સિરિભરહખિત્ત ખેતલ મંડણુ, મગધદેશ સેણિય નરેસ રિદિલ બલખંડણ ધણવર ગુમ્બરગામ નામ જિહાં જણ ગુણગણ સજા, વિષ્ણ વસઈ વસુભૂઈ તત્વ, તસુ પુહરી ભજજા ૨. તાણ પુર સિરિઈદભૂઈ ભૂવલય પસિદ્ધો, ચઉદયવિજજ વિવિહ રૂવ નારીરસ વિદ્ધો વિનય વિવેક વિચાર સાર ગુણગણહ મનહર, સાત હાથ સુપ્રમાણ દેહ રૂપ હિ રંભાવર ૩. નયણુ વયણ કરચરણ જિણવિ પંકજ જલ પાડિય, તેજે તારા ચંદ સુર આકાશ ભમાડિયા સેવે મયણ અનંગ કરવી મેહ્યો નિરધાડીય,
પ્રસિદ્ધ ગૌતમસ્વામી રાસના કર્તા તરીકે શ્રી વિજયપ્રભ (ઉદયવન્ત) એ નામ પ્રચલિત છે, પરંતુ વાસ્તવિક રીતે તે સુપ્રચલિત રાસના કર્તાનું નામ વિનયપ્રભ ઉપાધ્યાય છે. એ વાત ઉક્ત રાસમાં સુસ્પષ્ટ લખી છે. પ્રચલિત મુદ્રિત પુસ્તકમાં દેવાંધુર અરિહંત નમિજે, વિનયપહ ઉવજાય યુનિજે ઇત્યાદિ પાઠમાં “વિનયપહું' લખ્યું છે એ મુદ્રકના પ્રમાદથી યા તે જે હસ્તલિખિત પ્રત અનુસાર મુદ્રણ થયું છે તેના લેખકના ભ્રમથી વિનયપહં ને બદલ “વિનયપહુ' થઈ ગયેલ છે. કારણ કે આ રાસના કર્તા ખરતરગચ્છીય શ્રી જિનકુશલસૂરિના શિષ્ય “વિનયપ્રભ હતા. એ વાઉચર મુર્શિદાબાદમાં શ્રી સંભવનાથના