________________
પ૧૪ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી બીજી ચાર કડીમાં માલિની રાગમાં રચના આપી છે. એ બંનેમાં કવિએ રાજુલના મુખની ઉકિત વર્ણવી છે. પહેલી રચનામાં રાજુલા કહે છે કે હે નાથ ! તમે તોરણે આવેલા પાછા ન ચાલ્યા જાઓ. એથી લેકમાં તમારી હાંસી થશે. તમે આવ્યા ત્યારે લેકોને કેટલે બધે આનંદ થયો હતો પરંતુ પશુઓના પિકાર સાંભળી તમે એકદમ • ઉદાસીન બની ગયા.
બીજી રચનામાં રાજુલ કહે છે કે મારા નાથને મળવાની મને ઘણું હેશ છે. જે કોઈ મારા પતિને મનાવી લાવશે એને હું ઘણું ઘણી વધામણી આપીશ.
છેવટે રાજિમતિ શ્રી નેમિનાથનું ધ્યાન ધરે છે. અને તેમનું ધ્યાન “ધરતાં પરમ આનંદ પદ એટલે મેક્ષ પામે છે
શ્રી પાથ જિન સ્તવન (પૃ ૨૦૦) સારદ-શરદ ઋતુમાં, મહિયલિ-પૃથ્વીમાં
આ સ્તવનમાં કવિ કહે છે કે શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથ પ્રભુ આ પૃથ્વોમાં બીજા કોઈ પણ દેવ કરતાં અધિક શમે છે. સૂર્યનાં કિરણના સમૂહ જેવી તેજસ્વી એમની મનોહર મૂર્તિ છે, એમનું મુખ શરદ ઋતુના સોહામણા ચન્દ્ર જેવું છે. એમનું નાગનું લાંછન ચિત્તને ગમી જાય એવું છે. પ્રભુની મૂર્તિની જ્યારે આંગી રચવામાં આવી હોય છે ત્યારે ફૂલેના જાણે મહેલમાં બેઠેલા હોય એવા અને દે. ભાન, અસુરે એના બારણામાં બેસી જાણે એમની સેવા કરતા હેય છે. એવા પ્રભુનું દર્શન કરનાર ખરેખર ધન્ય બને છે.
શ્રી મહાવીર જિન સ્તવન (પૃ ૨૧૦) પ્રેમલક્ષણા ભકિતના ગાનાર નરસિંહ, મીરાં, દયારામ વગેરે કવિઓએ બાલ કૃષ્ણનું અવનવી રીતે વર્ણન કર્યું છે તેની યાદ અપાવે એવા આ સ્તવનમાં કવિએ મહાવીર સ્વામીની બાલ્યાવસ્થાનું