________________
૨૫. સિભાગ્યવિજયજી શ્રી ઋષભદેવ જિન સ્તવન (પૃ. ૨૦૬ ) પુવી-પૃથ્વી; હય-ઘડા; ગાય-હાથી; રયણ-રત્ન; સુખાસણ પાલખી: કનક-સોનું;
કવિશ્રી સૌભાગ્યવિજયજીએ આ સ્તવનમાં શ્રી ઋષભદેવ ભગવાનના પારણાનો પ્રસંગ વર્ણવ્યો છે. પ્રભુ ગજપુરમાં પધારે છે તે વખતે દે મેટો મહત્સવ કરે છે. પ્રભુ સંયમ ધારણ કરી પૃથ્વી પર સ્થળે સ્થળે વિયરે છે. જોકે તેમને હાથી, ઘોડા, રત્ન વગેરે ભેટ ધરાવે છે, પરંતુ પ્રભુને એનું કામ નથી. બાહુબલ રાજા અને સેમયશા રાણીના પુત્ર શ્રી શ્રેયાંસ રાજાએ જાતિ સ્મરણ જ્ઞાનથી જાણ્યું કે પ્રભુ પિતાને ઘરે પધારે છે એટલે તેઓ પ્રભુને શેરડીનો રસ વહેરાવીને પ્રથમ પારણું કરાવે છે. સાડીબાર કરોડ સુવર્ણની વૃષ્ટિ થાય છે, પંચ દિવ્ય પ્રગટ થાય છે અને દેવ મેટા સ્વરથી “અહાદાન' “અહોદાન” એમ બોલે છે. કવિ કહે છે શ્રી તીર્થકર સમાન કઈ ઉત્તમ પાત્ર નથી, અને શ્રેયાંસ કુમાર સમાન કોઈ દાતા નથી કારણકે આ આરામાં શ્રેયાંસ કુમાર પ્રથમ દાતા છે.
શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૨૦૭) આ સ્તવનની પહેલી બે કડીમાં કવિ શ્રી શાંતિનાથ પ્રભુનું નામ એવું શા માટે પડયું તે જણાવી પ્રભુને સંબોધી કહે છે કે હે પ્રભુ! ભક્તજના આપની ભવ્ય આંગી રચીને પૂજા કરે છે. હું પણ આપણા ચરણ કમલની રાત દિવસ સેવા કરું છું તે મારા મનની આશા પૂર્ણ કરે.
શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૨૦૮) આમાં કવિએ પહેલી ત્રણ કડીની નટ નારાયણ રાગમાં અને