________________
પાર જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેની કાવ્ય પ્રસાદી
આ સ્તવનમાં કવિએ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથની સ્તુતિ કરી છે. -કવિ કહે છે કે પુરુષાદાની એવા પાર્શ્વનાથ પ્રભુને હું હંમેશાં પ્રણામ કરું છું પ્રત્યક્ષ પરચો પૂરવાવાલા એવા ઈન્દ્ર પ્રભુની સેવા કરે છે. પૂર્વનાં પુણ્યની કૃપાથી હે પ્રભુ! તમારા દુર્લભ દર્શન મને થયાં છે, હૃદયની કુંપળો આનંદથી ડોલવા લાગી છે, મારાં નયન અમૃત અનુભવવા લાગ્યાં, એ દર્શનથી રોગ, શેક, ચિંતા, દુઃખ દારિદ્રય, સંકટ વગેરે નષ્ટ થઈ ગયાં, ઉપદ્રવ, આપત્તિ અને ઘણું ભારે અશુભ કર્મો પણ દૂર થયાં. હે પ્રભુ! આપનું દર્શન અમૃતના પાન કરતાં પણ મીઠું છે. મારી પુણ્યદશાને હવે ઉદય થયું છે. અને તેથી મારાં પાપને ચૂરે થે છે. મને મનવાંછિત ઋદ્ધિ પ્રાપ્ત થઈ છે અને એથી હું અધિકાધિક આનંદ અનુભવવા લાગ્યો છું.
શ્રી વીરજિન સ્તવન (પૃ. ૨૦૫) પર્મ–પરમ મિહિર-મહેર-કૃપા, સમરથ-સમર્થ, રાય-રાજ; સિદ્ધારથ-સિદ્ધાર્થ પેખી–જોઈ; લછિ-લક્ષ્મી; જામ-જેમનું; વિરાજ શેભે છે; સંપ્રતિ-વર્તમાન સમયમાં ચરમ-છેલ્લા; સિસ-શિષ્ય.
આ સ્તવનમાં કવિ કહે છે, “હે મારા પરમ કૃપાળુ પ્રભુ ! તમે મારા ઉપર કૃપા કરો. દીન ઉપર દયા કરવાને તમે સમર્થ છે. મારી અરજ સુણીને, મારા ઉપર દયા કરીને મને દર્શન આપો. હે સિદ્ધાર્થ રાજાના પુત્ર! આપનું મુખ દેખીને હું આનંદ અનુભવું છું. તમારાં ચરણ કમળ નિહાળતાં મારાં પાપ દૂર થાય છે. પ્રભુનું લાંછન કેસરી સિંહ છે, અને પ્રભુનો દેહ કેસરી વર્ણનો શોભે છે. પ્રભુની કૃપાથી ઘરે મંગલ લક્ષ્મીને નિવાસ હોય છે. હે ત્રિશલા માતાના વીર પુત્ર! આપ ધય ગુણમાં મેરૂ પર્વત સમા છે, અને ગાંભીર્યમાં સમુદ્ર જેવા છે. આવા પ્રભુ મુનિજનોના મનમાં વસેલા છે. વર્તમાન સમયમાં જેમનું શાસન છે એવા છેલ્લા જિનેશ્વર પ્રભુને વંદન કરું છું.