________________
૫૧૫
વર્ણન કર્યું છે. ત્રિશલા માતાના લાડિલા પુત્રનાં મુખ, આંખ, નાક હોઠ, માથે હીરાજડિત ટોપી, ગળાને હાર, કાનનાં કુંડલ, કપાળનું તિલક, બાજુબંધ, કેડને કરે, પગની ઘૂઘરી વગેરેનું કવિએ વર્ણન કર્યું છે.
૨૬. શ્રી સુખસાગરજી
શ્રી ઋષભદેવ સ્તવન (પૃ ૨૧૧) ફુલ મંડણ-કુલની શોભા; પંચસયાં-પાંચસે; માન-માપ; જીવિતઆયુષ્ય; જસ-જેમનું; નયરી–નગરી; જક્ષચક્ષવાનિ–વાને, રંગે; ઈખાગ–ઈવાકુ;
આ સ્તવનમાં કવિએ ઋષભદેવ ભગવાનનાં દેહ, લાંછન આયુષ્ય, નગરી, યક્ષ, શાસન દેવી, માતા પિતા, વંશ વગેરેને ઉલેખ કર્યો છે. આ બધી વિગત જિજ્ઞાસુએ ઋષભદેવ ભગવાનના જીવન ચરિત્રમાંથી જોઈ લેવી.
શ્રી શાંતિનાથ જિન સ્તવન (પૃ ૨૧૨ ) વનિ-વને, વર્ણ; નર-નગર; તાય–તાત, પિતા; આય–આયુષ્ય; જખ-વક્ષસહસ-હજાર; મુણદ-મુનિઓ; અગાહ-અગાધ.
આ સ્તવનમાં પણ કવિએ શ્રી શાંતિનાથ તીર્થંકરનાં લંછન, આયુષ્ય, દેહ, યક્ષ, શાસન દેવી વગેરેને ઉલ્લેખ કર્યો છે, જેની માહિતી જિજ્ઞાસુએ શાંતિનાથના ચરિત્રમાંથી જોઈ લેવી. | શ્રી નેમિનાથ સ્તવન (૫ ૨૧૩). નેહસું નેહથી; દિનમણિ-સૂર્ય; અણગાર-સાધુ; આપઈ-પોતે;
આ સ્તવનમાં પણ કવિએ શ્રી નેમિનાથ ભગવાનની મુખ્ય મુખ્ય આબતોને પરિચય આપે છે. છેલ્લી બે કડીમાં કવિએ નેમિનાથને પશુઓ પ્રત્યે ઊપજેલી દયાને ઉલ્લેખ કર્યો છે, અને કહ્યું છે કે પારકાને સુખ આપવાથી તેઓ પિતે અવિચલ સુખ પામી શક્યા. પિતાનાં ભંગ કર્મને હવે ઉદય નથી. એમ જાણતાં તેમણે પરણ્યા વગર વ્રત લીધું હતું.