________________
વદ્ધમાન જેવા થાય છે, સાચું સુખ પમાય છે. તેઓ જગતના પ્રાણધાર છે. જે તેમની કૃપાથી સુધારસ પામી શીતલતા અનુભવે છે તેઓને જન્મ કૃતાર્થ થ સમજવો. છેલ્લી કડીમાં કવિએ પ્રભુનાં ચરણ કમલની હંમેશાં સેવા કરવાની મળે એવી પ્રભુને યાચના કરી છે.
શ્રી મહાવિર જિન સ્તવન-બીજું (પૃ. ૧૮૯)
આ સ્તવનમાં કવિએ શ્રી મહાવીર સ્વામીના પૂર્વ ભવો વર્ણવ્યા છે. (૧) નયસાર નામે ગ્રામચિંતક (૨) સૌર્ધામમાં દેવ (૩) મરીચિ (૪) પાંચમાં દેવલેકમાં દેવ (૫) કૌશિક નામે બ્રાહ્મણ (૬) સૌધર્મમાં દેવ (૭) પુષ્પમિત્ર નામે બ્રાહ્મણ (૮) પહેલા સૌધર્મ કલ્પમાં દેવ (૯) અગ્નિદ્યોત નામે બ્રાહ્મણ (૧૦) બીજા દેવલોકમાં દેવ (૧૧) અગ્નિ નામે બ્રાહ્મણ (૧૨) ત્રીજા દેવલોકમાં દેવ (૧૩) ભારદ્વાજ નામે બ્રાહ્મણ (૧૪) ચેથા દેવલોકમાં દેવ (૧૫) સ્થાવરક નામે બ્રાહ્મણ (૧૬) પાંચમા દેવકમાં દેવ (૧૭) વિશ્વભૂતિ નામે યુવરાજનો પુત્ર (૧૮) શુક્ર દેવલેકમાં દેવ (૧૯) ત્રિપુષ્ઠ નામે વાસુદેવ (૨૦) સાતમી નરકે નારકી (૨૧) સિંહ (૨૨) ચોથો નરક પૃથ્વીમાં નારકી (ર૩) પ્રિય મિત્ર નામે ચક્રવતી (૨૪ સાતમા દેવલેકમાં સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં દેવ (૨૫) નંદન નામે રાજપુત્ર (૨૬) પુપિત્તર વિમાનમાં દેવ (૨૭) તીર્થકર શ્રી મહાવીર સ્વામી. કવિએ આ દરેક ભવ કેટલા વરસને હતા તે પણ સાથે સાથે જણાવ્યું છે.
અગિયારમી કડીમાં કવિએ શ્રી મહાવીર સ્વામીનાં માતા પિતા નગર, લંછન વગેરે જણવ્યાં છે
વૈરાગ્ય પદ વિરથા-વૃથા, ગમાયા-ખેયા; ચીવર-વસ્ત્ર;
ગુરુ વિના જન્મ વૃથા નીવડે છે, માટીમાં મળી જાય છે એ આ સાદી અને ટૂંકી છતાં અસરકારક રચનામાં કવિએ જણાયું છે.