________________
૫૦૪ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેની કાવ્ય પ્રસાદી ભવો વર્ણવ્યા છે. (૧) પહેલા ભવમાં, જબુદીપમાં પિતનપુરમાં અરવિંદ નામે રાજાના પુરોહિતને કમઠ અને મરુભૂમિ નામે બે ભાઈઓ હતા. બીજા ભવમાં તેઓ અનુક્રમે કર્કટ સર્પ અને હાથી થયા. (૩) ત્રીજ ભવમાં તેઓ અનુક્રમે પાંચમી નરકમાં અને સહસ્ત્રાર દેવલોકમાં ઉત્પન્ન થયા. (૪) ચોથા ભવમાં પહેલો સર્ષ અને બીજે કિરણગ નામને વિદ્યાધર થયો (૫) પાંચમા ભવમાં પહેલો પાંચમી નરકે અને બીજે અચુત ક૫માં દેવ થયા (૬) છઠ્ઠી ભવમાં પહેલો પશ્ચિમ મહાવિદેહમાં ભિલ થયો અને બીજો વજીના નામે રાજા થયો (૭) સાતમા ભવમાં પહેલો સાતમી નરકે ગયો અને બીજો મધ્ય શ્રેયકમાં દેવ થયો. (૮) આઠમા ભાવમાં પહેલો પૂર્વ મહાવિદેહમાં સિંહ થયો અને બીજે સુવર્ણબાહુ નામે ચક્રવતી થ (૯) નવમા ભવમાં પહેલા ચોથી નરકે ગયે અને બીજો પ્રાણત ક૫માં દેવ થયે અને (૧૦) દસમા ભવમાં પહેલો કમઠ થયો અને બીજા તીર્થંકર પાર્શ્વનાથ થયા. કમઠનો જીવ અગિયારમે ભવે મેઘકુમાર દેવ થયો. તેણે પાર્શ્વનાથ પ્રભુને વૃષ્ટિનું કષ્ટ આપ્યું અને એ રીતે વૈર રહિત થયો.
સાતમી કડીમાં કવિએ શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં માતાપિતા, લાંછન, નગરી, દેહવર્ણ વગેરેને ઉલેખ કર્યો છે અને છેલ્લી કડીમાં ભવસમુદ્ર તારવા માટે તેમને અરજ કરી છે.
શ્રી પાર્શ્વનાથ સ્તવન-બીજું (પૃ. ૧૮૭)
આ સ્તવનમાં કવિ કહે છે, “હે પ્રભુ! જેમ બપૈયો વાદળ વિના બીજા કશાને યાચના ન કરે, તેમ હું તમારા વિના બીજા કોઈ
આગળ યાચના કરું નહિ.” કવિ પ્રભુની કૃપાની યાચના કરે છે અને પિતાની વંછિત આશા સફળ કરવાની વિનંતી કરે છે.
શ્રી મહાવીર જિન સ્તવન-પહેલું (પૃ. ૧૮૮) આ સ્તવનનાં કવિ કહે છે કે શ્રી વદ્ધમાન જિનવરના ધ્યાનથી