________________
પ૦
શ્રી શાંતિનાથ સ્તવન-બી (પૃ. ૧૮૪) આ સ્તવનમાં કવિએ પહેલી સાત કડીમાં શ્રી શાંતિનાથ ભગવાનના પૂર્વ ભવો વર્ણવ્યા છે. (૧) શ્રીષેણ રાજા (૨) યુગલિક (૩) સૌધર્મ દેવલોકમાં દેવ (૪) વૈતાઢય પર્વત ઉપર અમિતતેજ રાજા (૫) પ્રાણત દેવલેકમાં દેવ (૬) મહાવિદેહમાં અપરાજિત નામે બળદેવ (૭) અશ્રુત કલ્પમાં ઈન્દ્ર (૮) વશ્વયુધ નામના ચક્રવતી (૯) ત્રીજા શ્રેયકમાં દેવ (૧૦) મેઘરથ નામે રાજા (૧૧) સર્વાર્થ સિદ્ધિમાં દેવ અને ત્યાંથી (૨) તીર્થકર શ્રી શાંતિનાથ. આમ એમના બાર ભવ કવિએ વર્ણવ્યા છે. પછીની કડીઓમાં કવિએ એમને પરિચય આપ્યો છે.
શ્રી નેમિનાથ જિન સ્તવન–પહેલું (પૃ. ૧૮૫)
આ સ્તવનમાં કવિએ શ્રી નેમિનાથ ભગવાનના આગળના ભો વર્ણવ્યા છે. (૧) ધન નામે રાજા (૨) સૌધર્મ દેવલોકમાં દેવ (૩) ચિત્રગતિ નામને વિદ્યાધર રાજા (૪) મહેન્દ્ર દેવલોકમાં દેવ (૫)
અપરાજિત નામે રાજા (૬) આરણ દેવલોકમાં દેવ (૭) શંખ નામે રાજા (૮) અપરાજિત વિમાનમાં દેવ અને નવમા ભાવમાં શ્રી નેમિનાથ તીર્થકર. આગળના આઠે ભવમાં નેમિનાથ અને રાજુલ પતિ પત્ની હતાં. એથી એમની પ્રીતિ આઠ ભવથી ચાલી આવતી હતી. છેલ્લા કડીમાં કવિએ શ્રી નેમિનાથ ભગવાનનાં માતા પિતા, લાંછન વગેરેને પરિચય આપ્યો છે.
શ્રી નેમિનાથ સ્તવન-બીજું (પૃ. ૧૮૬) શિવ સુંદરી-મુકિત રૂપી સુંદરી. .
આ સ્તવનમાં કવિએ શ્રી નેમિનાથ ભગવાનનો મહિમા વર્ણવ્યો છે અને રાજુલ સાથેના એમના પ્રસંગને નિર્દેશ કર્યો છે.
શ્રી પાર્શ્વનાથ સ્તવન પહેલું (પૃ. ૧૮૭) આ સ્તવનમાં કવિએ શ્રી પાર્શ્વનાથ પ્રભુ અને કમઠના પૂર્વ