________________
પ૦૨ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી મહાવીર સ્વામીને પિતાના સકલ મનોરથ પૂરવા માટે આ વિનંતિ કરી છે.
૨૨. શ્રી જ્ઞાનવિમલસૂરી શ્રી આદિ જિન સ્તવન-પહેલું (પૃ ૧૮૨) આ સ્તવનમાં શ્રી આદિનાથ ભગવાનની સ્તુતિ કરી છે અને એમને મહિમા દર્શાવે છે.
શ્રી આદિનાથ જિન સ્તવન-બીજું (પૃ ૧૪૨)
આ સ્તવનમાં કવિએ પહેલી ચાર કડીમાં પ્રભુના પૂર્વભવો ગણાવ્યા છે. (૧) ધન નામના સાર્થવાહ (૨) યુગલિક (૩) સૌધર્મ નામના પહેલા સ્વર્ગમાં દેવ (૪) મહાબળ નામે રાજા (૫) ઈશાન નામના બીજા દેવલોકમાં લલિતાંગ નામના દેવ ૬ વાધ નામે રાજા (૭) યુમલિક (૮) સૌધર્મ દેવલે કમાં દેવ (૯) વૈદ્ય (૧૦) અમ્યુક્ત દેવલેમાં દેવ (૧૧) વનાભ નામે ચક્રવત ૧૨) સર્વાર્થસિદ્ધ નામના વિમાનમાં અને ત્યાંથી (૧૩) ઋષભદેવ તરીકે તેઓ અવતર્યા. પછીની કડીઓ માં કવિએ શ્રી ઋષભદેવ ભગવાનના સુપ્રસિદ્ધ પ્રસંગે વર્ણવ્યા છે તીર્થકરના પૂર્વ ભવો વિગતે જેમાં વર્ણવાયા હોય એવાં સ્તવન ભાગ્યે જ જોવા મળે છે. એ રીતે આ કવિનાં સ્તવને એક જુદી જ ભાત પાડે છે. કવિએ તીર્થકરોના પૂર્વ ભવો વર્ણવ્યા છે. તે અંગે વધારે માહિતી માટે જિજ્ઞાસુઓએ તે તે તીર્થકરોનાં ચરિત્ર વાંચવાં.
શ્રી શાંતિનાથ સ્તવન–પહેલું (પૃ. ૧૮૩)
આ સ્તવનમાં કવિ શ્રી શાંતિનાથ પ્રભુનો મહિમા વર્ણવતાં કહે કે એમના નામથી અક્ષય સુખ મળે છે, શાંતિ મળે છે, દુખ દરિદ્રતા મટે છે, મિથામતિ કે ભ્રાંતિ દૂર થાય છે. તેઓ રાગરહિત હોવા છતાં લે કોના ચિનને રીઝવે છે. પ્રભુ આમ બધી જ રીતે સહાય થાય છે. એમના ગુણ ગણુતાં પાર આવે એમ નથી.