________________
૫૦૧
અને એથી મારાં બધાં કાર્ય સફળ થયાં છે. મનવાંછિત સુખ મેળવવા માટે કલ્પવૃક્ષની જેમ જેમને મહિમા છે તેવા પાર્શ્વનાથ પ્રભુની નીલવરણી કાયા જલ ભરેલા મેઘની જેમ શોભે છે. અને એમના શિર પર વીજળીની જેમ, નાગની ફણાનાં મણિના કિરણ ઝળકવા લાગે છે. કવિએ આ એક અત્યંત મનહર ઉપમા આપી છે. એવી જ બીજી એક સુંદર ઉપમા આપતાં કવિ કહે છે કે ગરુડના મોટા અવાજથી જેમ નાગોનું જૂથ એકદમ નાસી જાય છે, તેમ પ્રભુના નામની કૃપાથી મોટાં મોટાં સંકટો બધાં નાસી જાય છે. જેમ સૂર્યના ઉદયથી કમળના તળાવમાં કમળ ખીલે છે તેમ પ્રભુચરણ નીરખી મારું હૈયું પ્રેમ અને હર્ષ અનુભવે છે. વામાદેવીના પુત્ર પાર્શ્વનાથ પ્રભુનાં ચરણની કૃપા પામીને દાનવિજય હંમેશાં સુખી છે.
શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૧૭૭) સાયરૂ-સાયર–સાગર; જસ–જેમના; મેરા–મેર; જસ-યશઅવદાત-વૃતાન્ત, અહનિશ-રાત દિવસ રાતી-રક્ત-તલ્લીન; ધાતુધાતુ; રાતા–અનુરક્ત.
સકલ સુખના સાગર રૂપ, શાસન નાયક વર્ધમાન જિનરાજના નામથી હંમેશાં નવનવાં મંગલ પ્રાપ્ત થાય છે. એમની સાથે ધર્મ
નેહ મજીઠના રંગ જેવો પાકો છે. જેમાં મોરના દિલમાં મેહ વસી રહેલે હેય તેમ મારા દિલમાં પ્રભુ રાતદિવસ વસેલા છે. મારી સાતે ધાતુ એટલે કે મારે આ દેહ પ્રભુના ગુણ રાગમાં અનુરક્ત બન્યા છે. એ પ્રભુના યશને વૃત્તાન્ત વિવિધ રીતે વખાણીએ છીએ. એવા એ ચોવીસમા જિનવર મારા ભવનું દુઃખ દૂર કરે. એ સાહેબના ગુણના રંગે જે દિવસ રાત અનુરક્ત છે તેને ઘરે સુખનાં, આનંદનાં વધામણાં હોય છે. શ્રી વિજયરાજસૂરિના શિષ્ય દાનવિજયે સુખસંપત્તિના દાતાર અને વર્ધમાન શાસનના નાયક એવા ચોવીસમા તીર્થંકર
૩૨