________________
૫૦૦ જૈન ગૂર્જર સાહિત્ય રત્ના અને તેમની કાવ્યપ્રસાદી
(6
નશ્વરતા પર ભાર મૂકી સયમનું મહત્વ કવિએ સમજાવ્યું છે. કવિ કહે છે, આ સંસાર અસ્થિર, અનિત્ય સ્વરૂપના છે. પતંગને રંગ જેમ ક્ષણે ક્ષણે પલટાય છે, એટલે કે એ જેમ સાચે નથી હાતા અથવા ખાજીગરની બાજી જેમ જૂઠી હાય છે તેમ સ ંસારની ભાયા જુદી છે. આકાશમાં જેમ મેધ ધનુષ્ય એક ક્ષણ દેખાય છે અને ક્ષણુમાં જ અદૃશ્ય થઈ જાય છે તેમ આ જીવનનું રૂપ પણ ચંચલ છે. એને ચટા ચાર દિવસના જ હોય છે. પછી તે એ પણ ચાલ્યુ' જાય છે. કવિ બીજી એક સરખામણી આપતાં કહે છે કે જેમ કાઈ માણસને સ્વપ્નમાંરાજ્ય કરવાનું મળે અને જેમાં હાથી, ઘેાડા, કિલ્લો, મહેલ વગેરે બધું જોઈ આનંદ આનંદ અનુભવે, પણ પછી જ્યારે જાગે ત્યારે પોતે એકલા જ હોય તેવી રીતે ઋદ્ધિ કે સ ંપત્તિને કે યૌવનના ગવ કરવા નકામા છે. કિ'પાકનાં મૂળ દેખીતાં બહુ જ સરસ લાગે છે અને એના સ્વાદ પણ બહુ જ મીઠો હાય છે. પરંતુ એ ઝેરી હાવાથી અંતે માણસનું મૃત્યુ થાય છે તેવી રીતે સ્ત્રી સાથેને સભાગ તરત સુખ આપનારા પણ અંતે કડવા દુ:ખદ રસના સ્વાદ ચખાડનારા છે. આ સંસારને આવેા ઓળખી, શિવાદેવીના પુત્ર નેમિ કુમાર રાજ્ય, સ્ત્રી અને ઋદ્ધિ છેડીને ચાલ્યા ગયા અને પાતે ઋષિ થયા. મુનિ થઇને એમણે પોતાનાં કર્યાં ખપાવી શિવસુખ પ્રાપ્ત કર્યુ. *વિ દાનવિજય કહે છે કે એ પ્રભુનું નામ લેતાં ભવસાગર તરી જવાય છે.
શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન ( રૃ. ૧૭૬ ) તરુ-વૃક્ષ; જલધર–વાદળ; જલધિ–સમુદ્ર; સવિસ; સુરતરુ-કલ્પવૃક્ષ; સજલ–જલવાળા; જલ–મેદ્ય; જસ-જેમની; સૌદામિતી–વીજળી; રવ–અવાજ; પુનગ—નાગ; પલાય નાસી
જાય;
દિનરાય—સૂર્ય.
આ સ્તવનમાં કવિએ જિતેશ્વર પ્રભુને વૃક્ષનુ પોષણ કરનાર જલધર તરીકે, જગતના ગુરુ તરીકે અને ભવસાગર પાર કરાવનાર જહાજ તરીકે ઓળખાવ્યા છે એવા પ્રભુનાં મતે માજ દર્શન થયાં