________________
૫૦૬ જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય પ્રસાદી
૨૩. શ્રી કેશરવિમલ
શ્રી ઋષભજિન સ્તવન (પૃ.૧૯૪) રાતુ-અનુરકત; મીન-માછલી; મેહ-મેઘ-વાદળ; ચકરા-ચકેર પક્ષી; સહકાર-આંબો; ભલેરી–સારી; નિહારી-નિહાળી; મુગતિ–મુક્તિ; નરેસર-નરેશ્વર–રાજા;
આ સ્તવનમાં કવિ કહે છે, ઋષભ નિણંદની સાથે મારું મન લાગ્યું છે. દિવસ રાત પ્રભુનું જ મુખ મારી આગળ રમ્યા કરે છે, જેવી રીતે માછલી પાણીમાં થાકયા વગર રમતી હોય છે તેવી રીતે. કવિ બીજી ઉપમા આપે છે. જેમ મેહ-વાદળને જોઈને મેર આનંદમાં આવી જઈ નાચે છે, ચંદ્રને જોઈ ચોર પક્ષી આનંદ અનુભવે છે, આંબાને જઈ કાયલ આનંદ અનુભવે છે. તેમ પ્રભુની આ કીર્તિને જોતાં મને બહુ પ્રેમ અને હર્ષને અનુભવ થાય છે. પ્રભુના મુખની શોભા દેખીને મારાં લગ્ન અધિક ઉલાસ અનુભવે છે. અને એ જણે કહેતાં હોય છે કે પ્રભુની સારી રીતે સેવા કરવાથી ભવને ફેરો દૂર ટળી જાય છે. પ્રભુની મનોહર મૂતિ જેવી કામણગારી અને ઉપકારી મૂર્તિ જગમાં બીજી જોઈ નથી. એ મૂર્તિએ જ વારંવાર પાસે આવી આવીને છટકી જતી, ઠગી જતી મુકિતને વશ કરી છે. જેમ જેમ એ મૂર્તિને હું વધારે ને વધારે નિહાળું છું તેમ તેમ એ મને વધારે પ્યારી લાગે છે. આવી મનોહરી મૂર્તિનાં વારંવાર દર્શન કરવાનું મન થાય છે. જાણે એના પર વારી જાઉં છું.
સ્તવનની ઉપરનો કડીઓમાં પ્રભુના મુખની અને એમની મનેહર મૂર્તિની પ્રશંસા કરી કવિ હવે છઠ્ઠી કડીમાં ઋષભ દેવનો પરિચય આપતાં કહે છે, નાભિનંદન રાજાના કુલમાં અવતાર લેનાર, મરુદેવી માતાને તારનાર, સુનંદા અને સુમંગલાને વરનાર, રાજ્યની પ્રથા ચાલ કરનાર, નિર્મળ કેવળજ્ઞાન ધારણ કરનાર, શેત્રુંજય પર્વત પર પગલાં ધરનાર અને એ વડે ત્યાંને મહિમા વધારનાર ઋષભ જિનેશ્વ