________________
૪૮૪ જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય પ્રસાદી તમારા ગુણ રૂપી ગંગામાં હું હાઉં છું અને એથી નિર્મળ થાઉં છું. મને બીજી કશી પ્રવૃત્તિ ગમતી નથી. હું બસ, હંમેશાં તમારા જ ગુણ ગાયા કરે એમ થાય છે. જેઓ ગંગાજળમાં સ્નાન કરે છે છે તેઓ પછી ખાચિયાના છીછરા અને ગંદા પાણીમાં જતા નથી. જેઓ માલતીના ફૂલની સુગંધ લે છે તેનું મન પછી બાવલિયા તરફ ક્યાંથી મહે? તેવી રીતે હે પ્રભુ! અમારુ મન તમારા ગુણમાં લાગેલું છે, એથી જેઓ પરનારમાં આસકત થયેલા છે એવા બીજા દેવો તરફ અમારું મન કયાંથી લાગે ? હે પ્રભુ! તમે જ અમારી ગતિ છે, અમારી મતિ છે, અમારા આલંબનરૂપ છે, અમારા જીવનાધાર છે. એટલે કે અમારે મન તમે જ સર્વસ્વ છે.
શ્રી મહાવીર જિન સ્તવન-સ્તવન બીજું ફૂડ-સંતુષ્ઠ થ; કામઘટ-ઈચ્છાઓ પૂરી પાડનાર પાત્ર; માતંગ-હાથી.
આ સ્તવનમાં કવિ શ્રી મહાવીર પ્રભુની સ્તુતિ કરતાં કહે છે કે હે સ્વામી ! તમે અમારે માટે કલ્પતરૂ, કામધેનું સમાન છે. તમારી કૃપાથી અમારે આંગણે અમીવૃષ્ટિ થવા લાગી છે. બીજી અને ત્રીજી કડીમાં કવિએ શ્રી મહાવીર સ્વામીનાં માતાપિતા, નગર, લંછન, વર્ણ કાયા, આયુષ્ય વગેરે જણાવી એમના સંયમનાં ગુણગાન ગાયાં છે. • એ પછી કવિ કહે છે કે હે પ્રભુ! તમારા વચન રૂપી સાગરે ઝીલતે એ હું મિથ્યાત્વને અને મેહને દૂર કરી ધર્મના પંથ તરફ આવી રહ્યો છું. તમારા ગુણને કારણે કુમતિરૂપી માતંગની હવે મને જરા પણ બીક નથી.
શ્રી મહાવીર જિન સ્તવન–સ્તવન ત્રીજું
આ સ્તવનમાં કવિ કહે છે, “પ્રભુનાં દર્શનથી મારાં દુઃખ દૂર થયાં છે.” પછી કવિ વિનતી કરે છે કે હે પ્રભુ! હવે તમે મારા મનમંદિરમાં પધારે. એ પછીની કડીઓમાં કવિ એ મંદિર એટલે કે