________________
મહેતાનું રૂપકશેલીથી વર્ણન કરે છે. આ મહેલમાં સમ્યફત્વરૂપી વજને પીઠબંધ કર્યો છે. ભ્રાંતિરૂપી કચરો એમાંથી કાઢવ્યો છે. ચારિત્રરૂપી ત્યાં ઊંચા ઊંચા ચંદરવા છે. સંવર રૂપી રૂડી ભીંતે છે. કર્મરૂપી ગોખમાં મોતીનાં ઝૂમણ છે. આવા મહેલમાં હે પ્રભુ! તમે પધારો અને સમતારૂપી રાણુની સાથે આનંદ કરે. જો તમે એકવાર આવશો તે પછી અહીંથી તમને પાછા જવાનું મન નહિ થાય, છેલ્લી કડીમાં કવિ કહે છે કે પિતાની આ અરજ સાંભળી પ્રભુ મન મંદિરમાં પધાર્યો અને તુષ્ટ થયા.
અધ્યાત્મ પદ (પુ, ૧૩૮) આ પદમાં કવિ કહે છે કે જ્યાં સુધી મનને સંયમમાં રાખવામાં આવતું નથી ત્યાં સુધી બાહ્ય દષ્ટિએ ગમે તે કરો-જરા રાખો, ભસ્મ ચોપડે, મુખેથી રામનામને જાપ કરે, બીજી ગમે તે ક્રિયા કરે પણ તે આકાશમાં ચિત્ર દોરવાની માફક વ્યર્થ છે.
પરમાત્મા દર્શન (પૃ. ૧૩૯) આ પદમાં કવિ ચેતન તત્વને–શુદ્ધ આત્મતત્વને સંબોધી, એનું સ્વરૂ૫ વર્ણવી, એને મહિમા દર્શાવી, પિતાને દર્શન આપવાની અરજ કરે છે. કવિ કહે છે તમારા દર્શન વિના તપ, સંયમ, ક્રિયા, જ્ઞાન વગેરેને કંઈ અર્થ નથી. કેટલાક માત્ર ક્રિયાની રુચિવાળા હોય છે, કેટલાકને જ્ઞાન પ્યારું છે. પણ એ બંનેના સમન્વયને રસ તેઓ જાણતા નથી. હે પ્રભુ ! તમે એ બન્નેથી ન્યારા છે. હે પ્રભુ! યેગીઓ, સંન્યાસીઓ તમારી જ કરે છે, પરંતુ તમે તે સહજ રૂપે સર્વવ્યાપી છે. આગમના અભ્યાસથી તમારું અગમ્યરૂપ હું વખાણું છું.
૧૪. મહોપાધ્યાય શ્રી મેઘવિજયજી
શ્રી કષભજિન સ્તવન (પૃ. ૧ર) નરેસર–નરેશ્વર, રાજા; ભાણ–સૂર્ય, જામ-જેમની. '