________________
: ૪૮૪ જેમ માં ઈદ્ર, પર્વતમાં મેરૂ પર્વત, પશુઓમાં સિંહ, વૃક્ષમાં ચંદન, સુભટમાં કૃષ્ણ, નદીઓમાં ગંગા, રૂપવાનોમાં કામદેવ, કૂલમાં કમળ, રાજાઓમાં ભરત ચક્રવતી, વ્યાખ્યાનોમાં અને કથાઓમાં જિન કથા, મંત્રમાં નવકાર મંત્ર, રત્નોમાં ચિંતામણિ રત્ન, સાગરમાં સ્વયંસૂરમણ સમુદ્ર, ધ્યાનમાં શુકલ ધ્યાન શોભે છે તેમ સમસ્ત મુનિઓમાં વિભાદેવીના પુત્ર શ્રી પાર્શ્વનાથ પ્રભુ શોભે છે. - શ્રી પાર્શ્વજિન સ્તવન–સ્તવન બીજું
તિસના-તૃષ્ણા; સાયર-સાગર; તોરઈ-તારે, ઉદ્ધાર; વરવાનલ– -વડવાનલ, સમુદ્ર નીચેનો અગ્નિ, તિમિંગલ–મોટામાં મોટો મગરમચ્છ.
આ સ્તવનમાં કવિએ સમુદ્રના તોફાનનું રૂપક પ્રયોજ્યું છે. શ્રી પાર્શ્વજિન પ્રભુને સંબોધીને કવિ કહે છે કે આ ભીષણ ભવસાગરમાં ચાર કષાય રૂપી પાતાળ, તૃષ્ણા રૂપી પ્રચંડ પવન, કામવાસનારૂપી વડવાનલ, વ્યસનરૂપી મગરમચ્છ, પ્રમાદરૂપી પિશાચ, અનીતિરૂપી વ્યંતરી વગેરે તોફાન મચાવી ત્રાસ આપી રહ્યાં છે અને ધર્મરૂપી જહાજને વમળોમાં પ્રતિક્ષણે ડૂબવાની બીક છે ત્યાં, હે પ્રભુ ! તમે અમારા આ ધર્મરૂપી જહાજને ચલાવી સામે પાર ઉતારે.
શ્રી પાર્શ્વજિન સ્તવન સ્તવન ત્રીજું આ સ્તવનમાં કવિએ શ્રી પાર્શ્વનાથ પ્રભુનાં માતાપિતા, નગર, લંછવ, દેહવ, આયુષ્ય, સાધુસાગ્રીને પરિવાર, વગેરેને પરિચય આપે છે.
શ્રી મહાવીર જિન સ્તવન – સ્તવન પહેલું
છીલ્લક જળ-છીછરા જળનું ખાબોચિયું; પરસુર-બીજા દેવ; ગિરૂઆ-મોટો.
આ સ્તવનમાં મહાવીર સ્વામી પ્રભુની સ્તુતિ કરતાં કવિ કહે છે કે હે પ્રભુ! આપના ગુણ ઘણુ મેરા છે. એનું વર્ણન સાંભળતાં. મારા કાનમાં જાણે અમી ઝરે છે અને મારી કાયા પવિત્ર થાય છે.