________________
૪૬૦ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી
શ્રી પાર્શ્વજિન સ્તવન-બીજુ (પૃ. ૯૧) ભીમ-ભયંકરના અર્થમાં પુત-પુત્ર; આગરૂ–સ્થાન,
કવિ કહે છે “શ્રી પાર્શ્વનાથ પ્રભુ કે જેમની દેવતાઓ હંમેશાં દાસની જેમ સેવા કરે છે તેઓ હંમેશાં આશાના પૂરનાર છે. ભયંકર ભવસાગરમાંથી તેઓ વહાણની જેમ લેકેના મોટા સમુદાયને તારે છે. શ્રી પાર્શ્વનાથની માતા વામાદેવી પિતાના પુત્રને જ નવાં નવાં હાલરડાં ગાઈને હીંચોળે છે અને પિતાના પુત્રનું અદ્ભુત તેજ જોઈ અત્યંત આનંદ અનુભવે છે. શ્રી પદ્માવતી દેવી ભક્તજનોની વાંછના પૂર્ણ કરે છે માટે કવિ પિતાના ચિત્તમાં શ્રી પાર્શ્વનાથનું ધ્યાન ધરે છે.
શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૯૧) સાસણ-શાસન; રત્તન-રત્ન; વસાય-કૃપા; કાસિર-કસર; કરકસ.
આ સ્તવનમાં સિદ્ધાર્થ અને ત્રિશલાદેવીના પુત્ર, પગના અંગુઠા વડે મેરૂ પર્વત ડોલાવનાર પિતાનાં કર્મો ખપાવી તેના પર વિજય મેળવનાર એવા મહાવીર પ્રભુની સ્તુતિ કરીને કવિ એમની પાસે રત્નત્રથી માગે છે કે જેથી બીજો કંઈ સંતાપ આવે નહિ.
મનની અસ્થિરતા ઉપર પદ (પૃ. ૯૨), થિર-સ્થિર, પાઊરી–મેળવું, પામું; બેર બેર-વારંવાર; વરજ્યા ત્યાગ કર્યો; કુંજર-હાથી, છિન–ક્ષણ.
આ પદમાં કવિ કહે છે કે જ્યાં મારું પોતાનું મન જ સ્થિર નથી ત્યાં પ્રભુની પ્રાપ્તિની આશા કઈ રીતે રાખી શકું? દિવસ આખે મેં વાતમાં ગુમાવ્યો અને રાત ઊંધીને પૂરી કરી, વારંવાર મેં દિલને સંયમમાં રાખવાનો પ્રયત્ન કર્યો, પણ તે રહેતું નથી. મન એ મદોન્મત હાથી જેવું છે. ઘડીકમાં તે ગરમ થઈ જાય છે, ઘડીકમાં ઠંડુ; ઘડીમાં તે હસે છે, ઘડીકમાં રહે છે, ઘડીકમાં તે બધી સંપત્તિ જોઈ હરખાય છે અને ઘડીકમાં તે બધું ગુમાવીને ઝૂરે છે. આ બધી મિથ્યા પ્રવૃત્તિ