________________
છે. ભાગ્યમાં જે લખ્યું હોય છે તે મટતું નથી. મેં આ કર્યું અને હું આ કરું છું એમ કહેવું એ માત્ર પાણી લેવા જેવી નિરર્થક વાત છે. પિયુના–પ્રભુના ગુણ રૂપી ખેતીમાં મારા મનરૂપી દેરીને પરોવી હું હાર બનાવું છું, મતલબ કે હું મારું બધું જ મન પ્રભુની ભકિતમાં કેન્દ્રિત કરવા માગું છું, માટે હે પ્રભુ! મારા તરફ કૃપાની નજરથી જુવો !
સૂર્યપૂર ચેત્યપરિપાટિ–સં. ૧૬૮૯ માં સૂરત શહેરમાં જિન મંદિરનું દર્શન કર્યાનું વર્ણન આ અતિહાસિક સ્તવનમાં કવિશ્રીએ
શ્રી ધર્મનાથ આત્મજ્ઞાન પ્રકાશ સ્તવન-કવિએ સંવત ૧૭૧૬ માં સૂરતમાં ચોમાસુ રહી શ્રી ધર્મનાથની સ્તુતિ કરતું આ સ્તવન રચ્યું હતું.
શ્રી પુણ્યપ્રકાશ સ્તવન (પૃ. ૯૪). આ વનમાં અહીં આપેલી છઠ્ઠી ઢાલમાં સાચા શ્રાવકની કૃતાર્થતા કઈ હોઈ શકે એ કવિએ બતાવ્યું છે અને ધર્મ કાર્યની અનુમોદના કેવી રીતે કરવી તેનું વર્ણન આપ્યું છે. જે દિવસે એણે દાન, શીલ, તપ વગેરે કરી, શત્રુંજય તીર્થની યાત્રા કરી પિતાનાં કમ ટાળ્યાં હોય, પુસ્તકે લખાવ્યાં હય, સાત ક્ષેત્રને સાચવ્યાં હોય, પ્રતિક્રમણ કર્યો હોય, સાધુ ઉપાધ્યાયને બહુમાન આપ્યું હોય, તે દિવસે એ ધન્યતા અનુભવી શકે. કવિ કહે છે દરેકે કરેલાં કમ ભોગવવાં જ પડતાં હોય છે. માટે સમતા રાખી પુણ્યની પ્રવૃત્તિ કરવી અને સારા ભાવની ભાવના કરવી એ જ સાચો ધર્મ છે.
૧૧. શ્રી આનંદઘનજી શ્રી ઋષભદેવસ્વામીનું સ્તવન (પૂ.૧૦૩) કાષ્ઠભક્ષણ-અગ્નિપ્રવેશ; સોપાધિક-ઉપાધિવાળી; સાદિ-આદિ. વાળી;