________________
૪૫૯
ચાલ્યા જવું હતું તે મને શું કામ આવડી આશા આપી ? હું સ્વામી! ભાજનથાળ પોરસીને પાછી ન ખેંચી લઇએ. હેાડને પાણી સિંચીને પછી એનું મૂળ ન ઉખાડી લેવાય. માણુસને ખભે ચડાવીએ પછી એને ભૂમિ પર ન નાખી દેવાય એને તેવી રીતે કાઈ વસ્તુને ધાઈએ તા પછી એને ધૂળથી ન ભરાય. ' ચીકાશવાળા પદાર્થ એટલે કે ઘી, તેલ વગર કેવી રીતે કાઈ વસ્તું તળી શકાય ?
• હૈ સ્વામી ! જેના આદિ-આરંભ ન હાય તેના અંત કથાંથી હાય ? જે પરણેલાં નહાય તેને વૈધવ્ય કથાંથી હાય ? પ્રેમ વિના રાષ કયાંથી હાય ? પાણી વિના પરવાળુ દૈવી રીતે વિધાય ? લુગડાં ભીનાં ન હાય તે તાપમાં કેવી રીતે મુકાય ? છાશ ન હેાય તેા ડામ વડે ચિકિત્સા કયાંથી થાય ? તે પછી પ્રેમ સુધા ચખાડવા વિના આવડે સંતાપ શાને કરાવા છે ? માત્ર મિષ્ટાન્નનાં દશનથી ભૂખ ન ભાંગે. લુખાં લાડ ન થઈ શકે. માત્ર તમારા આવી ગયાચી પ્રીત થતી નથી, એ તા સિચ્યા વગરના ઝાડના જેવી વાત થઈ. જેમ વૃક્ષને માટુ કરવા માટે એને સિ`ચવાની જરૂર છે તેમ પ્રીતિને પણુ સિંચનની જરૂર છે. ’
અંતે કવિ કહે છે કે રાજુલનાં આવાં વચનથી પ્રભુનું ચિત્ત ચળ્યુ નહિ. અને શ્રી નેમિનાથે રાજુલને ઉપદેશીને દીક્ષા આપી.
શ્રી પાર્શ્વજિન સ્તવન (પૃ. ૯૦) ભેડ–ભેજ; રયણ–રત્ન તાવડ–તાપ; ખેલ ખેત, ખેતી.
શ્રી પાર્શ્વનાથ પ્રભુની કીતિ જંગમાં ધણી મોટી છે. એમનાં દશ નથી સર્વ પાપ દૂર થઇ જાય છે. જેમ મેધથી ખેતી થાય છે તેમ આવા, સવ કષ્ટાના નિવારનાર, મુક્તિરૂપી રમણીને વરનાર, મુક્તિનેા ભાગ બતાવનાર સેવક ને સંકટમાંથી બચાવી લેનાર પ્રભુનું નામ મનમાં જે માણસ ભાવથી ધરે છે તેની આબરૂ જગતમાં વધે છે માટે કવિ શ્રી પાર્શ્વ પ્રભુનું' ધ્યાન ધરવાનું ઉદ્માધન કરે છે.