________________
જરૂર જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય પ્રસાદી
આ સ્તવનમાં કવિ રામયસુંદરે પાર્શ્વનાથ ભગવાને જે નાગને બચાવ્યું હતું એ ધરણેન્દ્ર અને એની દેવી પદ્માવતીના હૃદયની ઊર્મિઓ આલેખી છે. પાર્શ્વનાથ પ્રભુની ધરણેન્દ્ર ભક્તિ કરે છે અને સંગીત શાસ્ત્રની જાણકાર પદ્માવતી નવનવા છંદમાં પ્રભુ આગળ નૃત્ય કરે છે. પ્રભુનાં ચરણ કમળને પ્રણામ કરી તેઓ પિતાને અવતાર સફળ કરે છે.
શ્રી મહાવીર જિન સ્તવન (પૃ. ૪) દ્વિજ-બ્રાહ્મણ, મીન-માછલી, કનક-સોનું, કેટિ; કાડિ-કરોડ; દેવદુષ્ય-વસ્ત્ર, અર્ધ-અડધું; નિધાન-ભંડાર.
આ સ્તવનમાં કવિએ ભિક્ષુક બ્રાહ્મણની ઉકિત મૂકી છે. તે બ્રાહ્મણ મહાવીર સ્વામીને પ્રાર્થે છે કે “હે સ્વામી ! મને કંઈક દાન આપે. તમે મુખ્ય મોટા દાતા છો અને હું દાન ગ્રહણ કરનાર -બ્રાહ્મણ છું. તમે તે અઢળક સોનાનું દાન કર્યુંપરંતુ અરેરે ! પુણ્યના મેટા ભંડારમાંથી હું કશું જ નથી મેળવી શક્યો.” આ સાંભળીને પ્રભુએ બાકીનું અડધું વસ્ત્ર આપી દીધું. પ્રભુનાં ગુણ ગાતાં સમયસુંદર કહે છે કે ખરેખર, પ્રભુ સમાન કાઈ નથી.
સઝઝાય: કવિવર સમયસુંદરની આ સુપ્રસિદ્ધ સઝઝાયમાં બાહુ - બલીઝની તપશ્ચર્યાને પ્રસંગ વર્ણવવાળાં આવ્યો છે.
પિતાના મોટાભાઈ ભરત ચક્રવર્તી સાથેના યુદ્ધ પ્રસંગ પછી બાહુબલીએ ઉગ્ર તપશ્ચર્યા કરી. પિતાના કેશન લોન્ચ કરી એમણે ચારિત્ર્ય લીધું. પરંતુ અભિમાન ધારણ કરી પિતાના નાના ભાઈને વંદન ન કરવાનો એમણે વિચાર કર્યો. એમણે આમ વરસો સુધી કાઉસગ્ગ ધ્યાને રહી ઘણું ઉગ્ર તપશ્ચર્યા કરી, પણ અહંકારને લીધે જ્ઞાન મળ્યું નહિ. એમની બહેન સાધ્વી બ્રાહ્મી અને સુંદરીનાં વચનથી - બાહુબલીની આંખ ઊઘડી. તરત તેમણે અભિમાન મૂકી દીધું. પિતાના લઘુબંધુને વાંદવા પગ ઉપાડે કે એમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું.