________________
૪૩૩
પદ: આ પદમાં કવિએ નિદ્રાનું સ્વરૂપ વર્ણવ્યું છે. નિદ્રા કહે છે કે હું તે ભલીભેળી છું, પણ ભલભલા મેટામોટા મુનિજનને હું ડોલાવી નાખી શકું એમ છું. હું તે જમની દાસી છું. મારા એક હાથમાં મુક્તિ છે તે બીજા હાથમાં ફાંસી પણ છે.” કવિ કહે છે કે પિતાના મર્યા પછી આખી દુનિયા ડૂબી જાય છે, એટલે મરનાર વ્યક્તિને મૃત્યુ પછી જગત સાથે કંઈ જ સંબંધ રહેતું નથી.
| તીર્થ માલા સ્તવન (પૃ. ૪૬)
આ સ્તવનમાં કવિવર સમયસુંદરે શ્રી શત્રુંજય, ગિરનાર, અષ્ટાપદ, આબુ, સમેતશિખર, ચંપા નગરી, પાવાપુરી, વગેરે તીર્થો કે જ્યાં તીર્થકરો અને અન્ય મહાપુરુષો મોક્ષે ગયા છે અને જેસલમેર, બિકાનેર, સેરિસા, સંખેશ્વર, પંચાસર, લેધી, સ્વૈભણ પાર્શ્વનાથ, અંતરિક્ષ પાર્શ્વનાથ, અજાવરા, અમિઝરા, જીરાવલા, નાલા, વકાણા, નંદીશ્વર વગેરે તીર્થસ્થળો કે જ્યાં પ્રાચીન ભવ્ય જિન મંદિર આવેલાં છે. તેની સ્તુતિ કરી છે.
છેલ્લી કડીમાં કવિ કહે છે કે “હે પ્રભુ! આ બધાં તીર્થોની યાત્રાના ફલને લાભ મને થજે. અત્રે એટલું યાદ રાખવું જરૂરી છે કે સમયસુંદરે લગભગ સાડાત્રણસો-પોણા ચાર વર્ષ પહેલાં આ સ્તવનની રચના કરી છે. એટલે એમના સમયનાં સુપ્રસિદ્ધ તીર્થોનાં નામનો ઉલ્લેખ થયો છે. એમના સમય પછી તીર્થ તરીકે પ્રસિદ્ધ થયેલાં એવાં કેટલાંક તીર્થો ઉલ્લેખ આમાં સ્વાભાવિક રીતે જ ન આવી શકે.
સઝઝાય (પૃ. ૪૭) આ એક સુંદર રૂપકરચના છે. આ સઝઝાયમાં કવિએ મનને ધોતિયા સાથે સરખાવ્યું છે. એ ધેતિયાને ધોવા માટે જિનશાસન રૂપી સોહામણું સરોવર છે. સમકિત એ એની પાળ છે. દાન વગેરે એના ચાર દરવાજા છે. સરોવરમાં નવ તત્વ રૂપી વિશાળ કમળ.