________________
. : ૪૩૧. ૩. શ્રી સમયસુંદર ગણિ
શ્રી બહષભદેવ જિન સ્તવન (પૃ.૪૨) આ સરળ અને નાની રચનામાં કવિ કહે છે કે “હે પ્રભુ ચોરાશી લાખ ભવના ફેરા ફરી પુણ્યના પ્રભાવથી હું તમારાં દર્શન પામ્યો છું. એ ચોરાશી લાખ ભાવમાં ઘણું ઘણું દુઃખ હું પામે છું. માટે હે સ્વામી ! હવેથી હું તમારાં ચરણ છેડવાનો નથી. તમારાથી વધારે સારું, ભલું જગતમાં બીજુ કોણ છે?
શ્રી શાંતિનાથ જિન સ્તવન (પૃ. ૪૨) તિણ–તેથી; આવાગમના–જન્મ જન્માંતરના ફેરા :
શાંતિનાથ ભગવાનની સ્તુતિ કરતાં કવિ કહે છે કે “હે પ્રભુ! તમે શરણે આવેલાંનું રક્ષણ કરે છે. તેથી હું પણ તમારે શરણે આવ્યો છું. માટે હે પ્રભુ! મારી સામે આપની કૃપાદૃષ્ટિ કરે. મારા મારા આવાગમનને–જન્મજન્માંતરના ફેરાને અટકાવે. હું તમારો સેવક છું અને તમે મારા સ્વામી છે. પૂર્વ ભવમાં આપે જેવી રીતે પારેવડાને શરણ આપ્યું હતું તેવી રીતે મને પણ તમારું શરણ આપો.
| શ્રી નેમિનાથનું સ્તવન (પૃ ૪૩) પ્રમુદિત-આનંદિત; વીસ-વર્ષ; કીની-કીધી; અંગજ-પુત્ર.
આ સ્તવનમાં કવિએ કલ્પના કરી છે કે નેમિનાથ ભગવાને પિતાના લગ્ન નિમિત્તે ભોજનાથે થતી જીવહિંસા અટકાવી અને પિતાનો રથ તોરણેથી પાછો ફેરવાવ્યો તેથી આકાશમાં ઊડતાં પક્ષીઓ આનંદમાં આવી જઈને યાદવરાય–નેમિનાથ ભગવાન પર આશીષ વરસાવતાં કહે છે કે “તમે અખારા પર આટલી બધી કરુણા દાખવી છે, માટે હે પ્રભુ ! તમારું આયુષ્ય કરેડ વર્ષનું થાય.”
શ્રી પાર્શ્વનાથજી સ્તવન (પૃ. ૪૩) ધરણિદા-ધરણેન્દ્ર, પાય અરવિંદા-ચરણરૂપી કમળ;