________________
૪૩૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય પ્રસાદી મુખ્ય સરદારે એને સારો આવકાર આપે. કુંવર સખત પ્રહાર કરીને પ્રાણીઓને મારી નાખતો હતો એટલે કે તેનું નામ “દઢપ્રહાર” પાડ્યું હતું. - તે ચોરો ચારે બાજુ જઈ ચેરી કરતા. એક દિવસ તેઓ એક નગરમાં દેવશર્મા નામના એક બ્રાહ્મણને ઘરે આવ્યા. બ્રાહ્મણને ઘણા મનોરથથી ઘરમાં ખીર રંધાવી હતી. તે જ્યારે સ્નાન કરવા ગયે ત્યારે ચોરે તે ખીરની હાંડલી ઉપાડી લીધી. તે જોઈ બાળકે રડવા લાગ્યાં. તેમણે પિતાના પિતાને વાત કરી. તે સાંભળી બ્રાહ્મણ ક્રોધે ભરાય અને ધસમસતે ઘરમાં આવ્યો. તે ભેગળ લઈને ચોરને મારવા ગયે, પરંતુ બાથંબામમાં દૃઢપ્રહારે એના પર પ્રહાર કર્યો અને એને મારી નાખ્યો. એ વખતે પોતાના સ્વામીની આવી દશા જોઈ ઘરની ગાય વરચે દોડતી આવી. દૃઢપ્રહારે એને પણ મારી નાખી, પિતાનો પતિ મૃત્યુ પામ્યો જાણી તેની ગર્ભવતી સ્ત્રી રડતી રડતી આવી. દઢ પ્રહારે તલવાર વડે એનાં પેટ પર ઘા કર્યો, જેથી તેના પેટમાંથી ગર્ભ ફડફડતે બહાર પડ્યો.
દૃઢપ્રહારને સંતાપ થયો. એના મનમાં દયા ઊપજી. વના કારણ પિતાને લાગેલા મોટા પાપથી એને દુઃખ થયું. માતાપિતા વિના એનાં બાળકે હવે ટળવળી મરશે અને એનું પાતક પણ પિતાને લાગશે એમ એને લાગ્યું. આમ વિચાર કરે તે નગર બહાર નીકળે. ત્યાં રસ્તામાં એને એક મુનિ મળ્યા. એણે મુનિ પાસે પિતાનાં પાપને એકરાર કર્યો. મુનિએ એને જૈન ધર્મને ઉપદેશ આપે. દઢપ્રહાર પિતાના પાપના પશ્ચાત્તાપ રૂપે મુનિ પદ ધારણ કરી, અને પાણીને ત્યાગ કરી પળે પળે કાઉસગધ્યાને રહ્યો. પરંતુ પિળના લોકે એનાં પાપ સંભારી એને પથરા મારવા લાગ્યા. તે પણ મુનિએ તેમની સામે માત્ર તમારૂપી શસ્ત્ર જ ધારણ કર્યું. એમ કરતાં છ માસ વીત્યા છતાં પણ તે પિતાના ધ્યાનમાંથી ચલિત ન થયા. આ રીતે એણે પિતાને માથે ચડેલાં ચાર હત્યાનાં કર્મ છેદી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું.