________________
૪૨૯ જુ લીખ મરે છે. તને છોકરાં નથી થતાં તે આજ કારણને લીધે કવિ કહે છે કે અંતે કુંવરી બાઈ સમજ્યાં અને આખે બ્રાહ્મણવાડો સમજ્યો.
આ ભાસને આ તો માત્ર વાચ્યાર્થ છે. એનો ગૂઢ અર્થ છે છે તે સ્પષ્ટ નથી. વળી મહાત્મા તે કોણ? અને એણે કુંવરી પાસે કાંસકો માગવાની જરૂર શી? આવા પ્રશ્નો થાય છે. વિશેષ જાણકારો આના પર વધારે પ્રકાશ પાડશે ?
દઢપ્રહાર મહામુનિ સઝઝાય (પૃ. ૩૨)
પ્રણમીઅ–પ્રણમીને; સંજમ–સંયમ; કવણુ–કાણ; પુર–નગર; મઝાહિં–માં; વિપ્ર બ્રાહ્મણ, સુત-પુત્ર; રાઉ–રાજા; અસમંજસ-અયોગ્ય વર્તન; તખિણિ–તક્ષણ; ભોગળ-જૂના વખતમાં બારણું બંધ કરવા માટે વપરાતી લાકડાની અથવા લોખંડની ગોળ લાંબી વસ્તુ; બંભણબ્રાહ્મણ; ઉદર-પટ; પરતખિ-પત્યક્ષ, પાતિક-પાપ; ખિમા-ક્ષમા; પરજાલી-પ્રજાલી ગાળી નાખી; ભૂક-નષ્ટ; કેવલનાણુ–કેવળજ્ઞાન.
આ સજઝાયમાં કવિએ દઢપ્રહાર મુનિની કથા વર્ણવી છે. દઢપ્રહાર મુનિરાજે સિંહની જેમ સંયમ ધર્મ પાળી કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. એમનો જન્મ ક્યા નગરમાં થયું હતું, તેમનાં માતાપિતા કોણ હતા અને એમનું આવું નામ કેમ કેમ પડયું તે ભાવ ધરીને સાંભળજો એમ કવિ કહે છે.
જબૂદીપમાં માર્કદી નામના નગરમાં સમુદ્ર નામનો એક બ્રાહ્મણ હતું. તેની પત્નીનું નામ સમુદ્રા હતું. નારી સમુદ્રા નિર્મળ સ્વભાવની, વિનય વિવેક વાળી, ઉદાર શીલવતી અને કુલીન હતી. તેણે એક પુત્રને જન્મ આપ્યો. પરંતુ પુત્ર જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તે માતાપિતાને ઉવેખતો ગયો. દિવસે દિવસે તે નગરના લેકોને ત્રાસ આપવા લાગે એટલે રાજાએ તેને નગર બહાર કાઢ્યો નગર બહાર તે નાના ગામડામાં ચોરના સમુદાય સાથે રહેવા લાગ્યો. ગામના