________________
કર૬ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય પ્રસાદી ને લઈ એ તે ક્યારે લઈએ ? સિડાં દાડમ વગેરેને રાતાં ફૂલ આવ્યો હોય છે. તે આપણે પણ આ અવસર કેમ જવા દે ? આથમેલે સૂરજ પણ પાછો ઊગે છે, પણ ગયેલો પિયુ પાછો કેમ ન આવ્યો? પિયુ વિના પિયર અને સાસરું બંને સૂનાં લાગે છે. મા વગરનું મોસાળ સૂનું લાગે છે. કંથ વિના જાત પર કલંક ચડે છે. માટે હે રાજન્ ! તમારે રથ પાછો વાળે.
હે નાથ !મારી સાથે રિસામણું ન કરે. મારા કેડ પૂરા કરે. આંબે અને નારંગીની જોડીની જેમ આપણું બેની સરખી જેડી છે. હું ઉગ્ર સેનની પુત્રી છું. સમુદ્ર વિજ્ય તમારા પિતા છે. શિવાદેવી તમારી માતા છે અને ધારણું મારી માતા છે. હે નાથ મારી સાથે રિસામણાં ન લ્યો.
અંતે કવિ કહે છે કે રાજુલ ઉજજવલગિરિ-ગિરનાર પર રહેનાર પિતા પ્રિયતમ નેમિનાથને મળી અને પિતાના પ્રિયતમ સાથે મેક્ષ માર્ગે ચાલી અને એ રીતે તેના જન્મના અબેલા મટી ગયા.
પંચઈન્દ્રિય ગીત (પૃ. ૨૮ પાયાલિ-પાતાલમા; પણ–પણ; ગિરુઆ-મોટા મહાન; વેલડીઈવેલડીમાં; વીંઝાચલ-વિંધ્યાચલ; મયગલ-હાથી; પરિભવ્ય-પરાભવ થયો; હિયડા–હૈયા; - આ ગીતમાં કવિ કહે છે કે જે માણસે વિષયને સેવતા નથી તે ખરેખર મહાન છે. કવિએ જુદી જુદી ઇન્દ્રિયની વાસનાના લીધે પ્રાણીઓને કેવું કષ્ટ પડે છે. તેનાં દૃષ્ટાંત આપ્યાં છે. નાગ જે પાતાલમાં નિશ્ચિતપણે વસતે હતા તે મહુવરના સંગીતથી ડેલવા લાગે છે પણ એથી તે એ ઊલટો કરંડિયામાં પુરાય છે. પતંગિયું દીવો દેખીને તેના તરફ આકર્ષાય છે પરંતુ તેમાં પડવા જતાં પિતાને પ્રાણ ગુમાવે છે. ભમર વેલડીઓમાં સુગંધ મેળવવા માટે ભમવા લાગે છે, પણ એથી તે કેતકીમાં તે ફસાય છે. માછલી પાણીમાં ફરતાં ફરતાં