________________
કર૫ એની વાટ જુએ છે. હંસ વિના જેવી હંસલી લાગે, પાણી વિના જેમ કમલિની લાગે, ચંદ્ર વિના જેવી ચાંદની લાગે તેવી નેમિનાથ વિના રાજુલ લાગે છે.
રાજુલ કહે છે કે હે મોર ! તું મારા મંદિરે આવીને શું કામ ગાય છે? મારી તે બંને આંખો રડી રડીને લાલ થઈ ગઈ છે. પેલે બપૈયો પણ જ્યારે અવાજ કરે છે ત્યારે પાપી લાગે છે, કારણ કે મને મારા પ્રિયતમનું વિરહ દુઃખ સાલે છે.
આકાશમાંથી ઝરમર ઝરમર વરસાદ વરસે છે. દેડકાં પાણીમાં અવાજ કરે છે. શ્રાવણ મહિને આવે છે. વરસાદનાં સરવડાં લહેરાતાં જાય છે. ભાદરવા મહિનામાં પણ રાજુલને તે એ જ વિરહ સતાવે છે. આ મહિને આવે છે. દિવાળીના પર્વના દિવસોમાં સ્ત્રીઓ શણગાર સજે છે. ઘરે ઘરે દીવાઓ થાય છે અને વાતાવરણ મંગલ બને છે. રાજુલના મનમાં કંઈ કંઈ આકાંક્ષાઓ જન્મે છે, પરણીને સાસરે જવા મળતું નથી એથી સાસુ સસરા અને, દિયર પિતાના નાથને આનંદિત કરવાની આકાંક્ષા અધૂરી જ રહે છે, એ કહે છે સાસરાએ મને લાજ કાઢેલી જોઈ નહિ. સાસુએ મારે પુત્ર જોયો નહિ, દિયરે મારા હાથની રસઈ ખાધી નહિ અને મારા નાથે મારી દેહાકૃતિ જોઈ નહિ.
રાજુલ ચંદ્રને કહે છે કે તું મારા નાથને સંદેશો કહેજે કે ઘરે સ્ત્રી યૌવનમાં આવેલી હોય ત્યારે તમે ડુંગર પર દેહિલું જીવન કાં વિતાવો? આકડો અને ધતુરાનાં ફૂલ શંકરના માથે ચડાવાય છે, એમને ગળે વિષની જવાલા રહેલી છે અને વળી એમના માથા પર સર્ષ છે, છતાં ઉત્તમ પુરુષ પિતાનું ઉપાડેલું કર્તવ્ય છેડતા નથી, તે તમે મને મૂકીને કેમ જાવો છો ?
હે યાદવ નાથ, પેલી બીજોરીને હમણાં ફળ આવ્યાં છે. તે તેને લહાવો લેવો જોઈએ. વૃક્ષ પર ફળ આવ્યાં હોય ત્યારે જે લ્હાવો