________________
૪ર૭
ખાદ્ય પદાર્થ જોઈ તે ખાવા જાય છે, પરંતુ તેથી તે પોતાના પ્રાણ ગુમાવે છે. વિંધ્યાચલને હાથી પિતાની સ્પર્શેન્દ્રિય ખાતર પિતાનું સ્થળ છેડી જાય છે અને અંતે એ સપડાય છે. આમ, એક એક ઈન્દ્રિય માટે નરકનાં દુઃખ જેવાં પડે છે તો જેની પાંચે ઈન્દ્રિ વશ ન હોય તેની શી ગતિ થાય તે કલ્પી શકાય. માટે વિષયનું સુખ ૨ જેવું છે એમ બરાબર જાણીને હે પ્રાણુ, તું વિષયમાં રાચતો નહિ.
લભ વિષે (પૃ. ૨૯) સવારથ–સ્વાર્થ દુલહ-દુર્લભ પાસિ-પાસે; રાઉલિ-રાજાએ; નવટિ-કપાળમાં; જયણ-જેજન; બિહુ ઘડિ-બે ઘડી એટલે ૪૮ મિનિટ.
હે જીવ! ધર્મ અને વિનય તું ચૂકતા નહિ, કુડાં કર્મ બાંધત નહિ અને રીસ આણને કોઈની ગુપ્ત વાત બોલતે નહિ. માનવ ભવ અત્યંત દુર્લભ છે. માટે હે જીવ! તું આત્મ કલ્યાણ કરી લે.
માણસ ધન મેળવવા માટે સે જોજનનો પ્રવાસ ખેડતે હોય છે, પરંતુ પિતાના ઘરની પાસે જ પિષધ શાળામાં જતાં એ અચકાય છે. રાજાએ એને ભૂખ્યા તરસ્યો બેસાડી રાખ્યો હોય, ઉપરથી એને માર મારવામાં આવે છે તે એનાથી સહન થાય છે, પરંતુ બે ઘડીનું પચ્ચખાણ એનાથી થતું નથી.
હિસાબ કરવા બેઠો હોય ત્યારે લેભન મા રાતના ચાર પહોર સુધી એ જાગે છે, પરંતુ બે વખતને પ્રતિક્રમણ વખતે એનું ચિત્ત લાગતું નથી.
કીર્તિને માટે એ લાખો લેકે આગળ પિતાનું ધન લૂંટાવી દે છે, પણ પુણ્યકાર્ય માટે એની પાસેથી એક પાઈ પણ છૂટતી નથી. - પુણ્યને માટે જ્યારે તેઓ ઉપાશ્રયે જઈ ગુરુવાણું સાંભળે છે ત્યારે એક જણ વાત કરતો હોય છે, બીજો કોઈ અધવચ્ચે ઊઠીને ચાલ્યો જતો હોય છે, ત્રીજે કાઈ કાં ખાતે હોય છે. છેલ્લી કડીમાં