________________
૪૨૧
શ્રી શાંતિનાથ સ્તવન (પૃ. ૧૬)
સતિ-શાંતિ; દુહ-દુખ; જિણેસર-જિનેશ્વર; સંતિકર-શાંતિકર, શાંતિ આપનાર; ભાવિહિ- ભાવથી; સુહ-સુખ; નઃ-નષ્ટ; સિરિ-શ્રી; વયણુ–વચન; મારી–મરકી; ટલી-ચાલી ગઈ;
આ સ્તવનમાં કવિ કહે છેકે શ્રી શાંતિનાથ ભગવાન ખરેખર શાંતિ આપનાર છે, ભવદુઃખમાંથી પાર ઉતારનાર છે. માટે તમે તેમની સારી ભક્તિથી અને ભાવથી સેવા કરેા. બીજી અને ત્રીજી કડીના કેટલાક શબ્દો ખંડિત હાવાથી તેને શબ્દાર્થ અસ્પષ્ટ છે, પરંતુ તેને ભાવાથ એ છે કે મરકીના ફાગને શાંત કરનાર એવા શ્રી શાંતિનાથ પ્રભુની સેવાથી દુઃખ નષ્ટ થાય છે અને સુખની પ્રાપ્તિ થાય છે. એવા પ્રભુની વાણીરૂપી અમૃતની વર્ષોથી દુ:ખરૂપી દાવાનળ હાલવાઈ જાય છે અને સુખરૂપી વેલી પ્રાપ્ત થાય છે.
શ્રી નેમિનાથ સ્તવન (પૃ. ૧૭)
રયણ–રત્ન; . મયણ-મદન, કામદેવ; ભવતીર–મેાક્ષ; મરગય– મરકત મણિ;
કામદેવની વિડંબના કરનાર, ગિરનાર પર્વત પર મેક્ષ-સુખ પામનાર એવા શ્રી નેમિનાથ જિનેશ્વરને હું વંદન કરું છેં. ગિરનાર તીર્થોમાં એક વિશિષ્ટ તીથ છે, જે પવત પર શ્રી નેમિકુમાર ભરકતના રત્ન સમાન શાભે છે. તેમિનાથના દર્શનથી સદ્કાર્યોના ભંડાર ભરાય છે, અને હૃદયનું દારિદ્રય અને ચિત્તના વિકાર શમી જાય છે. શ્રીપાનાથ જિન સ્તવન (પૃ. ૧૭)
પાસ—પાશ, જાળ; મિહિ–નમીતે; પુરિઢિ—નગરમાં; નિજ્જયિ હણી નાંખરે.
આપ એક જ આશારૂપી વૃક્ષ સમાન છે, માટે હું પ્રાપ્રભુ મારી આશા પૂરી કરેા. તમારા ચરણકમળના નમસ્કારથી ભવ્ય જતાનાં ભવરૂપી દુઃખની જાળ તૂટી જાય છે. જીરાવલા અને થંભણુ
२७