________________
કર૨ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય પ્રસાદી (સ્તંભન પાર્શ્વનાથ, ખંભાત) નગરીના પાર્શ્વનાથ ભગવાન જ્યવંત છે. એમના દર્શન કરી એમને ભેટવાની મારી ઈચ્છા છે કે જેથી મારા ભવરૂપી આ ભયને અંત આવે. આઠ કર્મને જેમણે ખપાવી દીધાં છે અને ક્ષસિદ્ધિનું જેમણે સુખ મેળવ્યું છે એવા પાર્શ્વનાથ પ્રભુને જગતમાં જય થાવ અને મારા મનની આશા તેઓ પૂર્ણ કરે. . - શ્રીવીર જિન સ્તવન (પૃ. ૧૮)
જમ્મુ--જન્મ; સહલ-સફળ; જીવિય-જીવન; મણરહ-મનોરથ; અર્ચ-પૂજીને; પમાય-પ્રમાદ; ઈણિ–આ; અહવા-અથવા; અન્નઅન્ય; સઘઈ-સિદ્ધ થાય; હતણુએ–એકાંતમાં કન્જ-કાય.
સરલ જન્મ, સફળ જીવન, સરલ મરથ હેય અને એકાંતમાં પ્રભુના ચરણની પૂજા કરી હોય તો કેમ કાર્ય સિદ્ધ ન થાય? મતલબ કે કાર્ય સિદ્ધ થાય છે. આ પહેલી કડીની બીજી લીટીમાં છાપભૂલ છે. એને ઉપર પ્રમાણે અર્થે બેસાડ્યો છે. મૂળ હસ્તપ્રતમાં કદાચ શબ્દ ફેર હોય તે બીજો અર્થ પણ સંભવિત થાય. બીજી કડીમાં કવિ કહે છે કે રાગદ્વેષથી વશ થઈ મન વચન કે કાયાથી જે કંઈ પ્રણ પ્રમાદ મેં કર્યો હોય તે તે માટે હું ક્ષમા માગી શ્રીવીર જિનેશ્વરના ચરણમાં માથું નમાવું છું. આ ભવમાં અથવા અન્ય ભવમાં હું તમારી સેવા કરું એ માટે હે પ્રભુ! તમે મારા પર કૃપા કરે.
- ૨. શ્રીલાવણ્યસમય
શ્રીને મનાથ સ્તવન (પૃ. ૨૨) પાયક-પાયદળ, સેવત–સેનાનાં; પડુતઉ–પને તું; થાકલ-થાક લગાડનારી; માંચી–જોવા માટે બેસવાની પગથિયાંવાળી રચના.
આ સ્તવનમાં કવિએ રાજુલની નેમિનાથ પ્રત્યેની ઉક્તિ રજૂ કરી છે. રાજુલ કહે છે, “હે નાથ ! હું તમારી નવ ભવની સ્ત્રી છું. મને મૂકીને તમે તારણે આવેલા પાછા કેમ ચાલ્યા જાય છે ? સંખ્યાબંધ ઘેડા, હાથી વાળી તમારી જાન જોતાં અપાર આનંદ થાય છે.