________________
કરે, જેન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય પ્રસાદી
ધન્ય એ માતાને જેણે ગૌતમ સ્વામીને જન્મ આપો, ધન્ય એ પિતાને જેના કુલમાં એ અવતર્યા અને ધન્ય એ સશુરને જેમની પાસે એમણે દીક્ષા લીધી. એવા વિનયવંત વિઘાના ભંડાર જેવા, જેમના ગુણોને પાર કેઈ ન પામી શકે એવા ગુરુ શ્રી ગૌતમસ્વામીને વંદન કરીએ.
ગૌતમસ્વામીને આ રાસ જે કોઈ ભણશે, સાંભળશે, તેને શાશ્વત સુખની પ્રાપ્તિ થશે. માટે આ રાસ ભણીને ચતુર્વિધ સંઘને રળિયાત કરે અને ઋદ્ધિ, વૃદ્ધિ અને કલ્યાણની પ્રાપ્તિ કરે.
૨, જયસાગર ઉપાધ્યાય શ્રી વડવભજિન સ્તવન (પૃ.૧૬) સુવિહાણુઉ–સુપ્રભાતમાં; જઈ-જે, જ્યારે; રિસહજિણેસ-ઋષભ જિનેશ્વર, ઉલ્હસઈ–ઉલસે; આનંદ પામે; ભલઈભલો, સુંદર, દિગેસસૂર્ય, હિયડઈ-હૈયામાં; માયતાય-માતાપિતા; અવશું બીજે; મહ-મારે; સુઠાણિહિ–સુસ્થાને; સય-શત, સો.
કવિ આ સ્તવનમાં કહે છે કે આજ મેં વહેલી પરોઢમાં શ્રી ઋષભ જિનેશ્વરને જ્યારે જોયા ત્યારે જેમ સૂર્યના ઉદયથી કમળને આનંદ થાય તેમ મારા નયનકમળને આનંદ થયો. મારા પેમેરામ ઉલ્લાસ અનુભવવા લાગ્યાં. હૈયામાં અપાર આનંદ થવા લાગે. આદિ જિનેશ્વરને જોઈ જાણે હું નયનથી અમૃતરસ ઝીલવા લાગ્યો. પ્રભુનાં દર્શનથી હું દીનતા અને શરણાગતિને ભાવ અનુભવવા લાગે. મેં કહ્યું હે પ્રભુ! તમે મારા માતાપિતા છો; તમે જ મારા આધાર છે; આ સંસારમાં ભારે તમારા સિવાય બીજું કઈ નથી.
છેલ્લી કડીમાં કવિ કહે છે, “શ્રી જયસાગર ઉપાધ્યાયે આ પદની રચના કરી છે. મધુર વાણીથી જે કઈગ્ય અવસરે એ ગાશે એ ઘણું સુખ પામશે.” કવિએ આ અર્થની કડી દરેક તીર્થકરના સ્તવનને અંતે આપી છે.