________________
સૂર્ય પ્રકાશે છે, જેમ પર્વત પર સિંહ ગર્જના કરે છે, જેમ શ્રેષ્ઠ પુરુષોને ઘરે હાથી શોભે છે તેમ જિનશાસનમાં આ શ્રેષ્ઠ મુનિ શોભે છે.
જેમ કલ્પવૃક્ષની શાખાઓ શેભે છે, જેમ ઉત્તમ માણસના મુખમાં ભાષા મધુરી લાગે છે, જેમ વનમાં કેતકી પિતાને મઘમઘાટ ફેલાવે છે, જેમ રાજાનું ભુજબળ ચમકે છે, જેમ જિનમંદિરમાં ઘંટને અવાજ રણકે છે, તેમ ગૌતમસ્વામીની લબ્ધિની કીતિ ચારે બાજુ પ્રસરેલી છે. જેના હાથમાં ચિંતામણિ મળ્યો હોય તેમ, જેમ કલ્પવૃક્ષ મનની કામનાઓ પૂર્ણ કરે છે, જેમ કામકુંભ આખો વશ થયો હોય તેમ, મનની ઈચ્છા બધી પરિપૂર્ણ થતી હેય, અષ્ટ મહાસિદ્ધિ બધી દોડતી આવીને મળતી હોય તેમ–આ બધાને માટે ગૌતમ સ્વામીને અનુસરે.
પ્રણવ અક્ષર એટલે કે ૩૪ પહેલાં ભણ. પછી માયાબીજ એટલે હીં સાંભળો, શ્રીમતિ એટલે શ્રીની શોભા થાય છે. દેવોમાં પહેલાં અરિહંત પ્રભુને નમવું અને પછી વિનયમાં પ્રભુત્વ ધરાવનાર ઉપાધ્યાયની સ્તુતિ કરવી. આ મંત્ર પ્રમાણે ગૌતમ સ્વામીને વંદન કરવાં. ગૌતમ સ્વામીની સ્તુતિ કરવાને મંત્ર આ પ્રમાણે છે –
ॐ ह्रीं श्री अरिहंत उवज्जाय गौतमाय नमः ।
કવિએ આ મંત્ર આ કડીમાં ગોઠવી દીધો છે અને દરેક લીટીમાં એને ક્રમ બતાવ્યો છે.
કેટલાક માણસોને ગામેગામ વસીને કંઈ કંઈ કાર્યો કરવાં પડે છે, દેશાંતરમાં ભમવું પડે છે. પરંતુ સવારના પહોરમાં ઊઠીને જે માણસ ગૌતમ સ્વામીનું સ્મરણ કરે છે તેને સર્વ કાર્યો તક્ષણ સિદ્ધ થાય છે અને તેને ઘરે સમૃદ્ધિના ભંડાર ભરાય છે. સંવત ૧૪૧રના વરસે, ગૌતમ સ્વામી ગણધરના કેવળજ્ઞાન પ્રાપ્તિના દિવસે આ મેટો ઉપકાર થયું છે. એ દિવસે આ મંગળ ભણીને, પર્વને ઉત્સવ કરીને ઋદ્ધિ, વૃદ્ધિ અને કલ્યાણની પ્રાપ્તિ કરે.