________________
- ૪૧૫ ભાવિકજનો; પડિબે–પ્રતિબંધ મેજર-માં; સંસાસંશય; મુનિપવરેમુનિવર, શ્રેષ્ઠ મુનિ; સંઠિય–રહેલા, દિશ-દીક્ષા.
ભાવાર્થ-આજનો દિવસ સારો ઊગ્યો છે; આજ પુણ્ય પ્રાપ્ત કરી લે. આજે અમૃતના સરોવર સમાન શ્રી ગૌતમ સ્વામીને જોવા મળ્યા.
શ્રી ગૌતમ સ્વામી ગણધર પિતાના પાંચ મુનિઓ સાથે સ્થળે સ્થળે વિહાર કરવા લાગ્યા અને ભાવિક જનોને ઉપદેશ આપવા લાગ્યા. સમવસરણમાં બીજાઓને જે કંઈ શંકા થાય તે પિતે અવધિજ્ઞાનથી, જાણું લઈને બીજા ઉપર ઉપકાર કરવાને તે શંકા તેઓ મહાવીર સ્વામીને પૂછતા. આથી બીજા મુનિઓને સંશય ગૌતમ સ્વામી અને મહાવીર સ્વામીના પ્રશ્નોત્તરથી ટળી જતો. ગૌતમ સ્વામી જ્યાં જ્યાં જેને જેને દીક્ષા આપતા તેને તેને કેવળ જ્ઞાન ઉત્પન્ન થતું. પોતાની પાસે તે કંઈ નહોતું, છતાં આ રીતે ગૌતમ સ્વામી બીજાઓને દાન આપતા હતા. ગૌતમ સ્વામીને પોતાના ગુરુ ઉપર ભકિત થઈ હતી, અનુરાગ થયે હતો. તેઓ મહાવીર સ્વામી પ્રત્યે રાગ ધરાવતા હતા તેથી તેમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થતું નહોતું. જે મુનિ અષ્ટાપદ પર્વત પર ચઢી જેવીસે જિનેશ્વરની પ્રતિમાને વંદન કરે છે તે પિતાની આત્મલબ્ધિના બળે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષે જાય એટલે કે એ તેના છેલ્લા ભવમાં તેને છેલ્લી જ વાર દેહ ધારણ કરવાનો રહે. પ્રભુની આવી દેશના સાંભળીને ગૌતમ મુનિ અષ્ટાપદ તીર્થ તરફ ગયા. ત્યાં આગળ પંદરસે તાપસોએ એમને આવતા જોયા. તેઓ વિચાર કરવા લાગ્યા કે અમે ઉગ્ર તપશ્ચર્યા કરી કરીને અમારા શરીરને ક્ષીણ કરી નાંખ્યાં છે છતાં અમારામાં એ શકિત નથી ઉપજી તો આ તે ભારે શરીરવાળા, હાથીની જેમ ગાજતા જણાય છે. તેઓ અષ્ટાપદ ઉપર કેમ કરીને ચડશે ? છતાં પિતે ઉપર ચડી જશે એવું મોટું અભિમાન ધરાવનારા એ લાગે છે. એમ તાપસ વિચાર કરવા લાગ્યા. પણ એટલામાં તે ગૌતમ મુનિ આવ્યા અને સૂર્યનાં કિરણેનો ટકે લઈ તેઓ અષ્ટાપદ પર્વત ઉપર ચડી.