________________
૪૪ જૈન ગૂર્જર સાહિત્ય-ર અને તેમની કાવ્ય પ્રસાદી એટલે પ્રભુએ વેદનાં પદો વડે એની શંકા દૂર કરી. એથી ઇન્દ્રભૂતિ પ્રભાવિત થયો. પિતાનું માન મૂકી, અભિમાન મૂકી પ્રભુના ચરણમાં એણે ભકિતથી પિતાનું માથું નમાવ્યું. એણે પિતાના પાંચસે શિષ્યો સાથે પ્રભુ પાસે વ્રત લીધું અને તેમાં પોતે પહેલો શિષ્ય ગૌતમ બ. પિતાના ભાઈ ઈન્દ્રભૂતિએ મહાવીર સ્વામી પાસે વ્રત લઈ . સંયમ ધારણ કર્યો છે એવી વાત સાંભળીને અગ્નિભૂતિ પણ ત્યાં આવ્યો. પ્રભુએ અગ્નિભૂતિને પણ એનું નામ દઈ બેલાવી એને આશ્ચર્યચકિત કર્યો અને એને પણ ઉપદેશ આપ્યો. આમ અનુક્રમે વીર પ્રભુએ અગિયાર ગણધર સ્થાપ્યા. અને સંયમ સાથેના બાર વ્રતને લેકને ઉપદેશ આપવા લાગ્યા. પછી એ રીતે તપશ્ચર્યા કરતા ગૌતમ સ્વામી પિતે વિહાર કરવા લાગ્યા. અને સકળ જગતમાં સંયમ ધર્મને જય જયકાર કરવા લાગ્યા.
વસ્તુ છંદ પહોત–પહે, સંસા-સંશય, ચરમનાહ-છેલ્લા પ્રભુ મહાવીર સ્વામી; ફેડ–દૂર કરે; ભવ-ભવથી; વિરત વિરક્ત; બાધિ બીજ-સમ્યકત્વનું બીજ; સિકખા–શિક્ષા ઉપદેશ; ગણતરપય-ગણધર પદ; સંપત્ત –પામ્યા.
ઈન્દ્રભૂતિ અભિમાન પૂર્વક હુંકારે કરી, ક્રોધથી કંપતે સમવસરણમાં તુરત આવી પહોંચ્યો. ત્યાં મહાવીર સ્વામી, છેલ્લા તીર્થંકર એના મનના બધા સંશય દૂર કરવા લાગ્યા. અને એથી એના મનમાં સમ્યકત્વનું શુદ્ધ બીજ જન્મવા લાગ્યું. ગૌતમ સ્વામી એ રીતે ભવથી વિરકત બન્યા. તેમણે દીક્ષા લીધી અને પ્રભુ પાસે ઉપદેશ ગ્રહણ કરી તેઓ ગણધર પદ પામ્યા.
ઢાલ ચેથી સુવિહાણ-સુપ્રભાત; પચેમિ-પરિપકવ, બરાબર પુષ્ટ થયેલું; અભિય સર-અમૃતનું સરોવર; નિયનયણે–પિતાની આંખે; ભવિયાજણ