________________
કરે; સવે-સર્વે; ભગત-ભક્તિથી; સીસ-શિષ્ય, પંચસયાસું-પાંચસો સાથે; અગનિભૂઈ-અગ્નિભૂતિ; ગણતર-ગણધર; રયરત્ન; અગિયાર ગણધર રત્ન તે ઈન્દ્રભૂતિ, અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધર્મ, મંડિત, મૌર્યપુત્ર, અકંપિત, અચલબ્રિાતા, મેતાર્યા અને પ્રભાસ, જગસયલ–સકળ જગતમાં.
| ભાવાર્થ–ત્યાર પછી ઈન્દ્રભૂતિ બ્રાહ્મણ ઘણું અભિમાનથી ગર્જના કરતા, હુંકાર કરતા જિનેશ્વર કેણ છે એ જેવા સમવસરણ તરફ આવવા લાગ્યા. પ્રથમ તે એણે જે જનભૂમિ સુધીનું સમવસરણ જેયું. દશે દિશામાંથી એણે સમવસરણ તરફ દેવોને અને દેવની પત્ની
ને આવતાં જોઈ. એણે મણિમય રણ, દંડ, ધજા અને ગઢના નવા નવા કાંગરા વગેરે નિહાળ્યાં. સમવસરણમાં બેઠેલાં પ્રાણુઓ એક બીજા પ્રત્યેનું નૈસગિક વેર ભૂલીને બેઠાં હતાં. એ સમયે દેવોએ રચેલ અનેક પ્રાતિહાર્યું પણ દેખાતાં હતાં. સમવસરણ વખતે જે આઠ પ્રાતિહાર્ય જિનેશ્વર ભગવાન માટે રચાય છે તે આ પ્રમાણે છે – (૧) અશોક વૃક્ષ (૨) દેવોની પુષ્પ વૃષ્ટિ (૩) દિવ્ય ધ્વનિ (૪) ચામર (૫) આસન (૬) ભામડલ (૭) દુંદુભિ (૮) આતપત્ર. अशोकवृक्षं सुरपुष्पवृष्टिः दिव्यध्वनिश्चामरमासनं च । भामण्डलं दुंदुभिरातपत्रं सत् प्रातिहार्याणि जिनेश्वराणां ॥
ઇન્દ્રભૂતિ જ્યારે સમવસરણમાં આવે છે ત્યારે વિચાર કરે છે કે અહીં તો દેવો, મનુષ્ય, કિન્નર, શ્રેષ્ઠ અસુર, ઈન્દ્ર, ઈન્દ્રાણી, રાજાઓ વગેરે પ્રભુનાં ચરણની સેવા કરે છે. એણે વીર જિનેશ્વરનું સૂર્ય જેવું તેજસ્વી સ્વરૂપ જોયું અને મનમાં વિચાર કરવા લાગ્યો કે ખરેખર આ બધું અસંભવિત શું સંભવિત જણાય છે? કે પછી ઈન્દ્રજાળની આ રચના છે? મને તે આ શું છે તે સમજાતું નથી, તે વખતે ત્રિભુવન ગુરુ શ્રી મહાવીર સ્વામીએ ઈન્દ્રભૂતિને એનું નામ દઈને બેલાવ્યો. એ પછી ઈન્દ્રભૂતિએ પિતાના મનમાં જે કંઈ શંકાઓ હતી તે પૂછી. ઇન્દ્રભૂતિ એ બ્રાહ્મણ હતા અને વેદને જાણકાર હતા