________________
૪૧૬ જૈન ગૂર્જર સાહિત્યને અને તેમની કાવ્ય પ્રસાદી ગયા. ત્યાં તેમણે ભરત મહારાજે રચેલી સુવર્ણ અને રત્નની જિનેશ્વર ભગવાનની પ્રતિઓ જોઈ અત્યંત આનંદ થયો, પિતતાની કાયાના ભાપ પ્રમાણે રચેલી ચોવીસ તીર્થંકરની પ્રતિમાને ચાર દિશામાં સ્થાપવામાં આવી હતી. તેને પ્રણામ કરી ગૌતમ સ્વામી ધણે આન દેલ્લાસ અનુભવવા લાગ્યા અને તેઓ ત્યાં રહેવા લાગ્યા. ત્યાં આગળ એમણે, વજી સ્વામીને જીવ, જે તે સમયે તિર્યફજાતક દેવ હતો તેને પ્રતિબંધ આપવા માટે શાસ્ત્રમાંથી પુંડરીક કંડરીકનું પ્રકરણ ભણાવ્યું. અષ્ટાપદ તીર્થ પરથી પાછા ફરતાં ગૌતમ સ્વામીએ બધા તાપસને પ્રતિબંધ કર્યો. એથી બધા તેમને અનુસરવા લાગ્યા, જાણે કે તેઓ એ બધા તાપસના જુથના અધિપતિ ન હોય! ગૌતમ સ્વામીએ ખીર, ખાંડ અને ઘી આણને એમાં પિતાને અમૃત ઝરતો અંગૂઠો રાખી એક જ પાત્રમાંથી બધા તાપસને પારણું કરાવ્યું, કારણ કે અમી ઝરતા અંગૂઠાથી એમનું પાત્ર અક્ષયપાત્ર બની ગયું હતું. બધા તાપસને આ રીતે ખીર મળી એ નિમિતે તાપસના મનમાં શુભભાવ ઉત્પન્ન થયો. આ રીતે પાંચસોને તે ત્યાંને ત્યાં જ સાચા ગુર તરીકે ગૌતમ સ્વામીને ભેટે થયો ગૌતમ સ્વામીએ તેમને પારણું કરવા નિમિતે જે કવલ એટલે કળિયે આપે તે તાપસને માટે કેવળજ્ઞાનરૂપી કેળિયો બની ગયો. બીજા પાંચસે તાપસને જિનેશ્વર ભગવાનની મેઘની જેમ ગાજતી અમૃત જેવી વાણી સાંભળીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.
વસ્તુ છંદ આમ અનુક્રમે જ્ઞાન સંપન્ન એવા, પંદર શિષ્યોથી વીંટકળાયેલા, જેમનાં પાપ દૂર થયાં છે તેવા ગૌતમ સ્વામી જિનેશ્વર
ભગવાનને વંદન કરે છે. જગગુરુનાં વચન જાણું પિતાની જાતને નિંદતા જાણે શ્રી મહાવીર સ્વામીએ કહ્યું “હે ગૌતમ! ખેદ ન કર. કારણ કે છેવટે તે આપણે બંને સરખા જ થવાના છીએ.”