________________
૩૮૮ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. નિરાગી પ્રભુ સકલ સેભાગી, મુઝ મનમાં રઢ લાગી, ભાગ્યદશા મુજ અધિકી જાગી, પ્રભુચરણે લય લાગી.
પ્રભુજી ૩ પિંડ પદસ્થને ધ્યાને લીને ચરણ કમલ હું વલો, રૂપ દેખી મનમાંહિ હરખે. હવિ નવિ થાઉં અળગે.
પ્રભુજી ૪ રૂપાતીતતા મુજ મનિ ભાવી, ચરણ કમલને રસીઉં, ઘણા દિવસને અલજે હું તે, આજ તે મનમાં વસીઉં.
પ્રભુજી ૫ ત્રિશલા માતાનંદ આનંદન, ચોવીસમ જિનરાજે, સિંહને લંછને લંછિત જિન, મહી મંડલમાં ગાજે.
પ્રભુજી ૬ વર્ધમાનજિન નામ નિરૂપમ, શુભ ઉપમા તુજ છાજઈ, જયસૌભાગ્ય પ્રભુ ગુણ મણિગાતાં, યશ પઢહો જગિ
વાજઈ પ્રતજી૭કલશ
(૫) (એ પાંચે નયવાદ કરતા આવ્યા વીરને ચરણે—એ દેશી.) ઈણિ પરિ ચોવીસ તીર્થંકરની ગુણમાલા મેં કીધી; જે ભવિયણ નિજ કંઠે ધરશે. તે લહશે શિવ સીધી રે ૧ જિનાજી તુમ આણમાં રહીઈ કાંઈ જુદે ભેદ ન કહીઈ રે, સ્વામી તુમ આણુ સિર વહી