________________
૩૮૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી
શ્રી મહાવીર સ્તવન
(શુણિઓ શુણિઓ રે પ્રભુ સુરપતિ જે ગુણિઓ એ દેશી) ત્રિસલા નંદન ચંદન શીતલ, સરિસ સેહે શરીર; ગુણ મણિ સાગર નાગર ગાવે, રાગ ધન્યાસી ગંભીર રે
પ્રભુ વીર જિનેસર પામે ૧ શાસન વાસિત બધે ભવિકને, તારે સયલ સંસાર પાવન ભાવના ભાવ તિ કી જે, અમે પણ આતમ સાર રે
પ્રભુ૦ ૨. નાયક લાયક તુમ વિણ બીજે નવિ મિલિયે આકાળ, તારક પારક ભવભય કેરે, તું જગદીન દયાળ રે
પ્રભુ ૩ અકલ અમાય અમલ પ્રભુ તાહરે, રુપાતીત વિલાસ, ધ્યાવત લાવત અનુભવ મંદિર, યેગીસર શુભ ભાસ રે
પ્રભુ ૪ વીર ધીર સાસનપતિ સાધો, ગાતાં કેડિ કલ્યાણ કીતિ વિમલ પ્રભુ પરમસોભાગી, લક્ષ્મી વાણી પ્રમાણ રે
પ્રભુ ૫