________________
૩૭૦ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. સાર વસી સંસારમાં, સિદ્ધિ બુદ્ધિ ગુણધામ, તે પ્રસાદ સુગુરૂતણે, ભગતે કરૂં પ્રણામ. આર પદાર્થ ધર્મના, દાન, શિયલ, તપ, ભાવ, ' વીર જીણુંદ વખાણીઆ, ભવજલ તારણ નાવ. ૬ એ યારે સરિખા છે, પણ શિયલ સમ નહિ કેય, લકત્તર લેકિક સુખ, જસ પરસાદે હોય. ૭
દેવચ્છની વારતા, સરસ ઘણી શ્રીકાર, કવિ ચતુરાઈ કેલવે, રસના રસ સુવિચાર. અંતે– અંચલગચ્છ પતિ અધિક પ્રતાપી, વિદ્યાસાગરસૂરિ રાયારે, જગવલ્લભ ગુરૂ જ્ઞાન સવાયા, હિતવછલ સુખ દાયારે. ૧૦. આણ વહિ શિરે નિશદિન તેહનિ, પાટ ભક્તિ વરદાઈ રે, મેરૂ લાભ વાચક પદ ધારી, જગજસ કિરતિ સોહાઈરે. ૧૧. શિષ્ય તેહના સુખકારી, વાચક સહેજ સુંદર ગુરૂ રાયારે, તાસ કૃપાથી રાસ એ ગાયે,
નિત્યલાભ પંડિત સુખ પારે. ૧૨. નગર માંહે સુરતિ રંગીલે, શ્રાવક વસે નગીનારે, દેવગુરૂ રાગ દઢ ધરમી, જિનવર ભકિતએ ભીનારે. ૧૩. તે સંધના આગ્રહથી મેં, રાસ રચ્યો ઉલ્લાસેરે. દેશીની ચતુરાઈ આણી, અનુભવને અસાસરે. ૧૪. સંવત સરતશે ગ્યાસી છે, સુંદર માધવ માસેરે, સુદ સાતમ બુધવાર અને પમ, પૂરણ થયે સુવિસાવરે. ૧૫. ચોવીસે ઢાલે કરીને, રાસ એ રસિક પ્રમાણેરે, તે સુણતાં નિત્ય હે સહુને, ઘરઘર કેડિ કલ્યાણરે. ૧૬.