________________
શ્રી દેવચંદ્રજી આદર્યો આચરણ લોક ઉપચારથી,
શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધે, શુદ્ધ શ્રદ્ધાન વળી આત્મ અવલંબીનું,
તેહ કાર્ય તિણે કે ન સિદ્ધો તાર૦ ૩ સ્વામી દરિસણ સમે નિમિત્ત લહી નિર્મળે,
* જે ઉપાદાન એ શુચિ ન થાયે, દેષ કે વસ્તુને અહવા ઉદ્યમતણે,
- સ્વામી સેવા સહી નિકટ લાયે તાર૦ ૪ સ્વામી ગુણ ઓળખી સ્વામીને જે ભજે,
દરિસણ શુદ્ધતા તેહ પામે; જ્ઞાન ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી,
કર્મ જીપી વસે મુક્તિ ધામે તાર૦ ૫ જગત વછલ મહાવીર જિનવર સુણી,
ચિત્ત પ્રભુ ચરણને શરણ વાસ્ય તારો બાપજી બિરુદ નિજ રાખવા,
દાસની સેવના રખે જે તાર૦ ૬ વિનતિ માનજે શક્તિ એ આપજે,
ભાવ સ્વાદતા શુદ્ધ ભાસે; સાધી સાધક દશા સિદ્ધતા અનુભવી,
દેવચંદ્ર વિમળ પ્રભુતા પ્રકાશે તાર૦ ૭.
વીશી કલસ
વીસે જિન ગુણગાઈએ, થાઈએ તત્વ સરૂપિજી, પરમાનદ પદ પાઈએ, અક્ષય જ્ઞાન અનૂપેછે.
૧.