________________
૩૪ જૈન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી ચવદવસે બાવન ભલા, ગણધર ગુણ ભંડારેજી, સમતામયી સાહુ સાહુણી, સાવય સાવઈ સારો. ૨. વદ્ધમાન જિનવર તણે, શાસન અતિ સુખકારી, ચઊવિત સંઘ વિરાજતાં, દુસમ કાલ આધારો, ૩ જન સેવનથી જ્ઞાનતા, લહે હિતાહિત બધેજ, અહિત ત્યાગ-હિત આદરે, સંયમ તપની છે. ૪. અભિનવ કર્મ અગ્રહણતા, જીણું કર્મ અભાવે, નિકમીને આખાધતા, અવેદન અનાકુળ ભાવેજી. પ. ભાવગના વિગમથી, અચલ અક્ષય નિરાબાજી, પૂર્ણાનંદ દશા લહી, વિલસે સિદ્ધ સમાજ. ૬. શ્રીજીનચંદ્રની સેવના, પ્રગટે પુણ્ય પ્રધાને, સુમતિસાગર અતિ ઊલસે, સાધુ રંગ પ્રભુ ધ્યાનેજી. ૭. સુવિહિતગ૭ ખરતરવરૂ, રાજસાગર ઊવઝાયા, ઈતિ ધર્મ પાઠક તણે, શિષ્ય સુજસ સુખ દાજી. ૮. દીપચંદ્ર પાઠક તણે, શિષ્ય સ્તવે જીનરાજી, દેવચંદ્ર પદ સેવતાં, પૂર્ણાનંદ સમાજે જી.
શ્રી સિદ્ધાચલજીનું સ્તવન
સંવત અઢાર ચિડેતેર વરસે, સિત મૃગસિર તેરસિયે; શ્રી સુરતથી ભક્તિ હરખથી, સંઘ સહિત ઉલસીએરે. ૧ કચરા કીકા જિનવર ભક્તિ, રૂપચંદ ગુણવંતજીએ; શ્રીસંઘને પ્રભુજી ભેટાવ્યા, જગપતિ પ્રથમ જિર્ણદએ. ૨ જ્ઞાનાનન્દિત ત્રિભુવન વન્દિત, પરમેશ્વર ગુણભીના દેવચંદ્ર પામે અદ્ભુત, પરમ મંગળ લય લીના. ૩