________________
૩૩૬ જૈન ગર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી.
શ્રી નેમિનાથ સ્તવન
(૩) (પદ્મ પ્રભુ જિન જઈ અલગા રહ્યા–એ દેશી) નેમિ જિનેસર નિજ કારજ કર્યો, છાંડ્યો સર્વ વિભાજી આતમશક્તિ સકલ પ્રગટ કરી, આસ્વાદે નિજ ભાવેજી.
નેમિ. ૧ રાજુલ નારીરે સારી મતિધારી, અવલંખ્યા અરિહંતેજી; ઉત્તમ સંગેરે ઉત્તમતા વધે, સધે આનંદ અનંતેજી.
નેમિ- ૨ ધર્મ અધર્મ આકાશ અચેતના, તે વીજાતી અગ્રાહ્યો, પુદલઝહવે રે કર્મ કલંકતા, વાધે બાધક બાહોજી.
નેમિ. ૩ રાગી સંગેરે રાગ દશા વધે, થાયે તિણે સંસારેજી; નીરાગીથીરે રાગને જેડ, લહીયે ભવને પારેજી.
નેમિ. ૪ અપ્રશસ્તતારે ટાલી પ્રશસ્તતા, કરતાં આશ્રવ નાચેજી; સંવર વધે છે સાથે નિર્જરા, આતમ ભાવ પ્રકાશજી.
નેમિ. ૫ નેમિ પ્રભુ ધ્યાને એકત્વતા, નિજ તરવે ઈક તનેજી; શુલ ધ્યાને રે સાધી સુસિદ્ધતા, લહીયે મુક્તિ નિદાને.
નેમિ ૬ અગમ અરૂપી અલખ અગોચરૂ, પરમાતમ પરમીશજી, દેવચંદ્ર જિનવરની સેવન, કરતાં વધે જગીશ.
નેમિ૭