________________
કીર્તિવિમલજી.
૩૨૧ શ્રી મહાવીર સ્તવન
(૫) | (દીઠે દીઠો રે વામાનંદન દીઠે-એ દેશી) ગાયે ગાયે રે મેં ત્રિશલાનંદન ગાયે, હર્ષ બહુમાન આનંદ પામી. એ સમકિતને ઉપાયે રે
' ત્રિશલા. ૧ તે કૃપાનિધિ તું સમતાનિધિ, તું મુજ માત ને જાતા જ્ઞાતા ગાતા શાતા કરતાં, મુજ ભવભયને હરનાર રે .
ત્રિશાલા. ૨ શૂલપાણિને સમકિત દીધું, ચંન્કેશિક તાર્યો સેવક પ્રભુ કાંઈ વિસારે, અબ પ્રભુ મુજને તારે રે
'
ત્રિશલા. ૩ તુમ સરિખ શિર સાહિબ પામી, જે કરશે પરમાદે તે દુખીયા થાશે નહી સંશય, ભવમાં પામી વિખવાદે રે
મેં ત્રિશલા. ૪ મુકી પ્રમાદને પ્રભુ પદ સેવે, એ નરભવને મેલે રૂદ્ધિ કીતિ દેવે વીર દે, અમૃત પદ હશે કે રે.
મેં ત્રિશલા નંદન ગાયે. ૫