________________
૩૧૦ જૈન ગૂર્જર સાહિત્ય-ર
અને તેમની કાવ્ય-પ્રસાદી.
(૪૨)
છે. શ્રી રામવિજયજી (વિમળવિજય શિષ્ય) છે
વીસી રચના સં. ૧૭૭૦ આસપાસ
શ્રી તપગચ્છમાં વિમળવિજયજી ઊપાધ્યાયના શિષ્ય હતા તેઓની વીસી સુંદર રાગ રાગણીમાં રચાયેલી છે અવશ્ય મેઢે કરવા જેવી છે તેઓની બીજી ગ્રંથરચનામાં સઝા–સ્તવને વીગેરે છે તેઓશ્રીએ સુરતમાં સંવત ૧૭૭૩માં ચોમાસું કર્યું હતું. ત્યારે વીરજીન પંચ કલ્યાણક તથા ૨૪ જીન આંતરાનું સ્તવન રચ્યાં છે. આ સાથે તેમનાં પાંચ સ્તવન તથા બીજા બે કાવ્ય મલી સાત લીધાં છે. ૧. બાહુબલ સ્વાધ્યાય સં. ૧૭૯૧ ૨. ગેડીપાસ સ્તવન સં. ૧૭૭૨ ૩. વીરજીન પંચકલ્યાણક ૧૭૭૩ ૪. વિજયરત્ન સૂરિરાસ ૧૭૭૩
શ્રી ગષભજિન સ્તવન
(૧). ( હારે હારે વનિયાને લટકે દહાડા ચાર–એ દેશી) હાંરે આજ મલિ મુજને તીન ભવનને નાથ જો,
ઉદયે સુખસુરતરુ મુજ ઘર આંગણે રે , હરે આજ અષ્ટ મહાસિદ્ધિ આવી માહરે હાથ જો,
નાઠા માઠા દાહઠા દરિસણ પ્રતુ તણે રે જે. ૧ હાંરે મ્હારે હિયડે ઉલટી ઉલટરસની રાશિ જે,
નેહ સલુણ નજર નિહાળી તાહરી રે ; હાંરે હું જાણું નિશદિન બેસી રહું તુજ પાસ જે,
તારે નેહે ભેદી મીજી માહરી રે જે ૨