________________
૩૦૨ જન ગૂર્જર સાહિત્ય-રત્ન અને તેમની કાવ્ય-પ્રસાદી.
(૪૧)
પં. શ્રી મોહનવિજયજી
ચોવીસી રચના સંવત ૧૭૬૫ આસપાસ - - - શ્રી તપગચ્છમાં શ્રી વિજયસેનસૂરિની પરંપરામાં પંડિત રૂપર્વિ જયજીના શિષ્ય આ મુનિશ્રી થઈ ગયા તેઓની વીસીની દેશીઓ ઘણું રસીક અને સ્તવને ભાવવાહી છે. તેઓશ્રીએ ગુજરાતીમાં ઘણા રાસ રચ્યા છે. રચનાકાળ ૧૭૫૪ થી ૧૭૮૩ સુધીનો જણાય છે. તેઓના જીવન વિષે વિશેષ માહિતી મળી નથી. તેઓશ્રીના હાથે લખેલી પ્રત શ્રી પ્રશ્નોત્તર સમુચ્ચય (હરિપ્રશ્ન)ની ૧૭૮૨ હૈ. સુ. ૧૫ ની શ્રી અનંતનાથજીના ભંડારમાં છે. શ્રી જ્ઞાનસારજી જેઓએ આનંદ ઘનજી વીસી પર બાળાવબોધ રચે છે તેઓશ્રીએ “શ્રી મેહનવિજ. યજી પન્યાસ તે લટકાલા” તરીકે ઓળખાણ આપી છે. તેમની વ્યાખ્યાન શેલી તેમજ કાવ્ય ચાતુરીની કુશળતા પરથી તે લટકાળા ગણાયા હોય એમ લાગે છે. આ સાથે તેમનાં પાંચ સ્તવને લીધાં છે.
ગ્રંથ રચના ૧ નર્મદા સુંદરીને રાસ ૧૭૫૪ સમીગામ ઢાળ ૬૩ ૨ હરિવહન રાજાને રાસ ૧૭૫૫ મેસાણા ૩ રત્નપાલ રાજાનો રાસ ૧૭૬૦ પાટણ ઢાલ ૬૬ ૪ માનતુંગ માનવતી રાસ ૧૭૬૮ પાટણ ઢાલ ૪૭ ૫ પુણ્યપાલ ગુણસુંદરી રાસ ૧૭૬૩ ગુરૂપતન ૬ ચંદરાજાને રાસ ૧૭૮૩ રાજનગર ૭ શીલતરંગણુ રાસ ૮ પ્રશ્નોત્તર સમુચ્ચય ૧૭૮૨