________________
શ્રી પ્રેમવિજય.
૨૯૧ તિમ નીલવરણ સ્વામી સોભતા, નવ હાથતે કાયનું માન રે, રૂપ અને પમ નિરખતાં, સેવકનું વાધે વાનરે. શ્રીય. ૪ શ્રી શંખેશ્વર પાસજી, મુઝ વિનતડી અવધારે રે, દુશ્મન દૂરઈ કીજીઈ, ભવિયણ નઈ પાર ઉતારે. શ્રીય) ૫ ધરણેન્દ્ર પદ્માવતી, ધરઈ પ્રભુજીનું ધ્યાન ભણે ગુણે જે શાંભલઈ, તસ ઘરઈનવઈનિધાન. શ્રીય૦ ૬ પંડિત શ્રી ધર્મ વિજયતણે, શિષ્ય શાંતિ વિજય સુકવીશ, તસપદ પંકજ પ્રણમતાં, પ્રેમ પામઈ સુજગશરે. શ્રીય. ૭
શ્રી વીરજિન સ્તવન.
(તુમ મનિ મારે વીરજી. એ દેશી.) શ્રી વીર જિર્ણોસર વંદીઈ પ્રહ ઉગમતે રે સૂર; પૂજઈ પ્રણમઈરે ભાવસું, નવનિધ હુઈ ભરપૂર. શ્રી વિર૦ ૧ જિનવાણી જનગામિની, ઝીલી નિર્મલ થાઉં રે, મિથ્યા મતનઈદૂરી કરી, જિનજીના ગુણ ગાઉં. શ્રી વીર. ૨ ગંગા જલમાં જે ઝીલિયા, તે છીલર પીસઈ કેમ; કાચ કથીર તે પરિહરી, રતને રાચરે તેમ. શ્રી વીર. ૩ માલતી ફૂલે જે મહિયે, બાઉલ નાવીને ચિત્ત; (ચીન) તુમ્હ વચન તણી ગુણોઠડી, અવરસું નકરુંરે પ્રીત.
શ્રી વી૨૦ ૪ જિનનઈ રૂપઈ સહુ મહિયા, વચન સુધારસ સાર; એવી શઇ જિન વિનવ્યા, સેવકજન જયકાર. શ્રી વીર. ૫