________________
૨૮૬ જૈન ગૂર્જર સાહિત્ય-રત્નો અને તેમની કાવ્ય-પ્રસાદી. મંત્રી મલ્યાં સર્વે કારમા, તેનું કાંઈ ન ચાલે. એકટ ૨ સાવ સોનાના રે સાંકલાં, પહેરણ નવનવ વાઘા; ધેલરે વસ્ત્ર એના કર્મનું, તે તે શોધવા લાગ્યા. એક. ૩ ચરૂ કઢાઈયા અતિ ઘણ, બીજાનું નહિ લેખું;
ખરી હાંડી એના કર્મની, તે તે આગલ દેખું. એક. ૪ કેનાં છોરૂ ને કેનાં વાછરૂ, કેનાં માયને બાપ; અંત કાલે જાવું જીવને એકલું, સાથે પુણ્યને પાપ. એક પ સગી રે નારી એની કામિની, ઊભી ટગમગ જે; તેનું પણ કાંઈ ચાલે નહિ, બેઠી ધ્રુસકે રૂ. એક- ૬ વહાલાં તે વહાલાં શું કરે, વહાલાં લાવી વલશે; વહાલાં તે વનનાં લાકડાં, તે તે સાથેજી બલશે. એક૭ નહિ તાપી નહિ તુંબડી, નથી તરવાને આરે; ઉદયરત્ન પ્રભુ ઈમ ભણે, મને પાર ઉતારે. એક રે. ૮