________________
શ્રી ઉદયરને.
૨૭૯ શિષ્યના કેધ થકી થયે, ચંડકસિ નાગ. ૩ આગ ઉઠે જે ઘર થકી, તે પહેલું ઘર બાળે; જળને જેગ જે નવિ મળે, તે પાસેનું પરજાળે. ૪ ક્રોધ તણી ગતિ એહવી, કહે કેવલ–નાણી; હાણ કરે જે હેતની, જાળવજે એમ જાણી. ૫ ઉદયરત્ન કહે કેધને, કાઢજે ગળે સાહી; કાયા કરે નિર્મળી, ઉપશમ રસે નહી. ૬
માનની સઝાય.
(૧૦) રે જીવ! માન ન કીજીએ, માને વિનય ન આવે રે; વિનય વિના વિદ્યા નહિ, તે કિમ સમકિત પાવે રે? ૧ સમકિત વિણ ચારિત્ર નહિ, ચારિત્ર વિણ નહિ મુક્તિ રે, મુક્તિનાં સુખ છે શાશ્વતાં, તે કિમ લહીએ જુક્તિ છે. ૨ વિનય વડે સંસારમાં, ગુણમાં અધિકારી રે; માને ગુણ જાયે ગળી, પ્રાણી જે જે વિચારી રે. ૩ માન કર્યું જે રાવણે, તે તે રામે માર્યો રે; દુર્યોધન ગવે કરી, અને સવિ હાર્યો રૂ. ૪ સૂકાં લાકડાં સારીખ, દુઃખદાયી એ ખોટો રે; ઉદયરતન કહે માનને, દેજે દેશવટે રે. ૫
માયાની સઝાય.
(૧૧) સમકિતનું મૂળ જાણીએજી, સત્ય વચન સાક્ષાત સાચામાં સમકિત વસે છે, માયામાં મિથ્યાત્વ રે;