________________
શ્રી રામવિજય. જગમાં તે ગુણ આગલી ગુ. જેણે વશ કીધે ભરતાર; હે. મન વૈરાગે વાલીયે ગુલીએ રાજુલ સંયમ ભાર. હે ગુણાકા બહેનીને મલવા ભણી (મુ) ગુ. પિઉ પહેલી તે જાય; હે. સંઘ લહી તે નારીને ગુ. રહી અનુભવ શું લય લાય.
- હે ગુણ૦ પા સમુદ્ર વિજે કુલચંદલે ગુશિવાદેવી માત મહાર; હે. વરસ સહસ એક આઉખું ગુશેરીપુર શિણગાર હે ગુણાદા દેહ ધનુષ દશ દીપતી ગુપ્રભુ બ્રહ્મચારી ભગવંત; હે રાજુલ વર મને વાલહે ગુ. રામવિજય જયવંત હે ગુણ મેળા
શ્રી પાશ્વનાથ તસ્વન.
પાટણના ગીતની દેશી—છે. || સેવે ભવિજન જિન ત્રેવીશમો, લંછન નાગ વિખ્યાત; જલધર સુંદર પ્રભુજીની દેહડી, વામા રાણીને જાત સે. ૧ ચઉદિશે ઘેર ઘટા ઘન શું મળે, કમઠે ર જલધાર; મૂસલ ધારે જલ વરસે ઘણું, જલ થલને ન લડું પાર. સે. ૨ વડ હેઠલ હાલે કાઉસગ્ગ રહ્યો, મેરૂ તણી પરે ધીર; ધ્યાન તણી ધારા વધે તિહાં, ચડીયાં ઊંચાજી નીર. સે. ૩ અચલ ન ચલીયા પ્રભુજી માહરે, પાયે કેવલ નાણુ સમવસરજ સુર કેડ મિલ્યા તિહાં, વાજ્યાં જિત નિશાન.
સે . ૪ નવકર ઊંચ પણે પ્રભુ શોભતા, અશ્વસેન રાયના નંદ; પ્રગટ પરચા પૂરણ પાસજી, દીઠે હવે પરમાણુંદ. સે૫ એક શત વરસનું આઉખું ભેગવી, પામ્યા અવિચલ રિદ્ધ બુધ શ્રી સુમતિવિજે ગુરૂનામથી, રામ લહેવરસિદ્ધ. સે. ૬