________________
૨૬૪ જૈન ગૂર્જર સાહિત્ય-રને અને તેમની કાવ્ય-પ્રસાદી. ગજપુર નયર સહામણું, ઘણું દીપે છે; વિશ્વસેન નરિંદને નંદ, કંદ્રપ રુપે છે. અચિરા માતા ઉર ધર્યો, મન રંજે છે, મૃગ લંછન કંચનવાન, ભાવઠ ભજે છે. પ્રભુ લાખ વરસ ચ ભાગે, વ્રત લીધું છે; પ્રભુ પામ્યા કેવલજ્ઞાન, કારજ સિધું છે. ધનુષ ચાલીશની દેહડી, તનુ સોહે છે; પ્રભુ દેશના ધ્વનિ વરસંત, ભવિ પડિહે છે. ભગત વછલ પ્રભુતા ભણે, જન તારે છે; બૂડતાં ભવજલ માંહિ, પાર ઉતારે છે. શ્રી સુમતિવિજે ગુરૂનામથી, દુઃખ નાસે છે; કહે રામવિજે જિન ધ્યાન, નવનિધિ પાસે છે.
શ્રી નેમિનાથ સ્તવન,
(૩) | દેશી-તમે તમારા બુરડાના ગુણ માને કે ના રાજુલ કહે પિઉ નેમજી, ગુણ માને છે કે ના; કિમ છોડી ચાલ્યા નિરધાર, હે ગુણ જાણે છે કે ના. પુરૂષ અનંતે ભેળવી ગુo પિઉ શું મેહ્યા તિણ નાર.
હે ગુણ૦ /૧ કેડી ગમે જેહને ચાહે ગુ. શો તે નારીથી સંગ; હે. પણ જગ ઉખાણે કહ્યો ગુ. હવે સરીસા સરસો રંગ.
હે ગુણ ધરા હું ગુણવંતી ગેરડી ગુ. તે નિગુણ નહેજી નાર; હે. હું સેવક છું રાવલી ગુરુ તે સામું ન જુવે લગાર. હે ગુણ ૩